જાંબુઘોડા:અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જાંબુઘોડામાં ભવ્ય શોભાયાત્રા તેમજ મહાઆરતી તથા પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૨.૧.૨૦૨૪
જાંબુઘોડા નગરમાં આજે 22 જાન્યુઆરી સોમવાર નાં રોજ અયોધ્યા ખાતે ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ જાંબુઘોડા ચાર રસ્તા ઉપર થી ગણેશ નવયુવક મંડળ દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં જાંબુઘોડા નગરના રામભક્તો તેમજ નગરજનો આ શોભાયાત્રામાં ઉત્સાહભેર વિશાળ સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રા જાંબુઘોડા નગરમાં ઠેર ઠેર નીકળતા ભક્તો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.અને આ શોભાયાત્રા જાંબુઘોડા ચાર રસ્તા થી લઇ જાંબુઘોડા ના મધ્યમાં આવેલા રણછોડજી મંદિર આ યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી.ત્યારબાદ જાંબુઘોડા ના યુવા સરપંચ જીત કુમાર દેસાઈ તેમજ ભાજપા મંડળના હોદ્દેદારો દ્વારા તેમજ નવયુવક મંડળ દ્વારા રણછોડજી મંદિર ખાતે ભગવાન રામની મહા આરતી કરવામાં આવી હતી.અને આ આરતીનો દરેક રામભક્તોએ લાભ લીધો હતો.આ મહા આરતી પૂર્ણ થયા બાદ મહાત્મા ગાંધી ભવન હોલ ખાતે અયોધ્યા ખાતે આજે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સૌ નગરજનો સહિત રામ ભક્તોએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. ત્યારબાદ જાંબુઘોડા તાલુકાના કાર સેવકોનું અનેક મહાનુભાવો દ્વારા ભગવાન રામના ફોટા આપી તેમજ સાલ ઓઢાડી દરેક કારસેવકોનો ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જાંબુઘોડા ના યુવા સરપંચ જીત કુમાર દેસાઈ તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી મયંકકુમાર દેસાઈ દ્વારા મહાપ્રસાદીનો આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સર્વ ભક્તોએ આ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને આ સાથે જ જાંબુઘોડામાં ભગવાન રામની શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.










