કાલોલ તાલુકામાં જુગારની અલગ અલગ બે રેડમાં 14 પત્તા પ્રેમીઓ ઝડપાયા.

તારીખ ૦૨/૦૯/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ અને પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે તાલુકાના વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ રેડ કરતા ૧૪ પત્તાપ્રેમી ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કાલોલ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ પોલીસે શુક્રવારે કાલોલ તાલુકાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળેલ કે કાલોલ તાલુકાના ખંડોળી ગામના બસ સ્ટેન્ડ પાછળ ખેતરમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું કરી પાના પત્તા વડે પૈસાથી હાર જીત નો જુગાર રમી રમાડે છે જે આધારે પોલીસે બનાવ વાળી જગ્યાએ રેડ કરતા જુગાર રમતા સમૂહમાં પોલીસને જોઈને નાસવા લાગેલ પોલીસે દોડીને નવ જુગાર રમતાં પત્તાપ્રેમીઓ ને ઝડપી પાડ્યા હતા જેમાં પોલીસે સ્થળ ઉપરથી રૂ ૭૪૬૦/ તથા પકડાયેલ ઈસમો ની અંગ જડતી કરતા રૂ ૫૩૨૦/કુલ મળીને રૂ ૧૨,૭૮૦ તથા પાના પત્તા ની કેટ નો મુદ્દામાલ કબજે કરીને પ્રવીણભાઈ ઉર્ફે ભગો ચંદુભાઇ પરમાર, અરવિંદભાઇ ઉર્ફે કાળો વાલજીભાઈ પરમાર,રંગીતભાઈ રમેશભાઈ રાઠોડ,વિક્રમભાઈ રયજીભાઈ ચાવડા,દિલીપભાઈ ચંદુભાઈ રાઠોડ,રોહિતભાઈ ઉર્ફે ભુમો રંગીતભાઈ ચૌહાણ, શિવમભાઇ ઉર્ફે શીવો અરવિંદભાઇ પરમાર,રાજુભાઈ ચંદુભાઈ પરમાર,કમલેશકુમાર ઉર્ફે ભયો પ્રવિણસિંહ સોલંકી સામે જુગારધારા ની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે બીજી રેડમા પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે કાલોલ તાલુકાના અલીન્દ્રા ગામે હાઇવે રોડથી થોડા અંતરે જંગલ ઝાડીમાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું કરી પાના પત્તા વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે જે આધારે પોલીસે બનાવવાની જગ્યાએ રેડ કરતા જુગાર રમતા સંજય કુમાર ઉર્ફે શંભુ રણજીતભાઇ રાઠોડ,નીલ ઉર્ફે નાથો અરૂણભાઇ પટેલ, સંદીપકુમાર હસમુખભાઈ સોલંકી, લક્ષ્મણભાઈ દેવાભાઈ પરમાર, દિલીપભાઈ અરવિંદભાઈ સોલંકી ઝડપી લીધા હતા જેમાં પોલીસે સ્થળ ઉપરથી રૂ ૯૧૦૦/તથા પકડાયેલ ઈસમો ની અંગ જડતી કરતા રૂ ૧૮,૩૫૦/કુલ મળીને રૂ ૨૭,૪૫૦ તથા પાના પત્તા ની કેટ નો મુદ્દામાલ કબજે કરીને જુગારધારા ની કલમ હેઠળ કાલોલ પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે










