
તા. ૩ મે
વાત્સલ્યમ્ સમાચાર
ત્રાસવાદીઓ અને અસામાજીક તત્વો હોટલ, લોજ, વગેરેમાં ગુપ્ત રીતે આશરો લઈ કોઈ અનિચ્છનીય કૃત્યને અંજામ ન આપે તેમજ જાહેર સલામતી જોખમાય નહીં, તે માટે રાજકોટ શહેર પેાલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે કેટલાક હુકમો જાહેર કરેલ છે. જે મુજબ હોટલ, લોજ વગેરેના માલીકોએ રોકાણ અર્થે આવેલ દરેક વ્યકિતની જાણ તાત્કાલિક રીતે ઓનલાઈન પેાર્ટલ https:\\pathik.guru માં ફરજીયાતપણે કરવાની રહેશે. મુસાફરના આઈ. ડી. પ્રુફની નકલ તથા સી ફોર્મની હાર્ડકોપી નિયમીત ધોરણે જનરેટ કરી ફાઈલ બનાવી રેકર્ડમાં રાખવાની રહેશે. આ ઉપરાંત રોકાયેલા મુસાફરોની મુલાકાત માટે આવેલ વ્યક્તિના નામ, અસલ ફોટો આઈ ડી, ચેક કરવાના રહેશે તેમજ ફોટો આઇડીની નકલ ફોન નં વગેરે સાથે નોંધ રાખવાની રહેશે.
વિદેશી કે પરપ્રાંતીય મુસાફરો કઈ જગ્યાએથી અને શા માટે રાજકોટ શહેરમાં ઉતર્યા છે તેની માહિતી મેળવી, તેમના નંબરની ખરાઈ કરી શંકાસ્પદ હીલચાલ જણાતા પેાલીસ કંટ્રોલ રૂમને તેની જાણ કરવાની રહેશે. આ ઉપરાંત ત્રણ માસ સુધીની સી.સી.ટી.વી. ફુટેજ રાખવાના રહેશે. ટેકનોલોજીમાં આવેલ ખામીને કારણે જો એન્ટ્રી કરવામાં સમસ્યા સર્જાય તો તે અંગેની જાણ રાજકોટ એસ.ઓ.જી.ને કરવાની રહેશે. મુસાફરો જે વાહનમાં આવેલ હોય તેની પણ વિગતવાર નોંધ કરવાની રહેશે. ફાયર એન. ઓ.સી., ફુડ લાયસન્સ, ભાડા કરાર વગેરે તમામ દસ્તાવેજો મેળવી રીસેપ્શન પર પોલીસ જોવા માંગે ત્યારે આપી શકાય તે રીતે રાખવાના રહેશે. ઉપરાંત માલિકો, કર્મચારીઓની તેમના સરનામા સાથેની યાદી રિસેપ્શન પર રાખવાની રહેશે. અને તમામના પોલીસ વેરિફિકેશન દર ૬ મહિને કરાવવાના રહેશે. આ આદેશો તા. ૩૦ જૂન સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.