GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલમાં રાજકોટ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર એલર્ટ,હોસ્પિટલો અને થિયેટરોમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું

તારીખ ૨૭/૦૫/૨૪
સાજીદ વાઘેલા કાલોલ
રાજકોટ ગેમ ઝોન ખાતે ની દુર્ધટના બાદ કાલોલમાં રાજકોટ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર હોસ્પિટલો અને થિયેટરોમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં વહીવટી તંત્ર દ્વારા આજરોજ સોમવારે સવારે મામલતદાર યોગેન્દ્રસિહ પુવાર, નાયબ મામલતદાર તેમજ કાલોલ એમજીવીસીએલ ના અધિકારીઓ અને કાલોલ નગરપાલિકા ચીફ ઓફીસર મિલાપ પટેલ અને પાલિકાની ફાયર બ્રિગેડ ટીમ સાથે કાલોલ ની વિવિધ હોસ્પીટલ ની તેમજ બે થિયેટર ની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા નુ નિરીક્ષણ કરી સલામતી વ્યવસ્થા નુ સઘન નિરીક્ષણ કરી જરૂરી સુચનાઓ આપી હતી. તમામ સ્થળોએ આકસ્મિક દુર્ધટના સમયે બચાવના પુરતા સાધનો છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી તેમજ ખૂટતા સાધનો ની તાકીદે પુર્તતા કરવાની સુચનાઓ આપી હતી.

[wptube id="1252022"]









