
તા.૩૧/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ભાઈ- બહેનનાં પવિત્ર પ્રેમનાં પ્રતીક રૂપ રક્ષાબંધન પર્વની ઉજવણી અંતર્ગત રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ વડીલો તેમજ “માનસિક વિકલાંગ ગૃહ” માં આશ્રિત મનોદિવ્યાંગ ભાઈઓને રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે ૧૮૧ અભયમ ટીમ તેમજ પોલીસ શી – ટીમ પશ્રિમ વિભાગની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી.

આશ્રમનાં સંચાલકે આનંદ સાથે જણાવ્યું હતું કે, તેઓ દરેક મનોદિવ્યાંગ ભાઈઓને આજના દિવસ રાખડી બાંધી ભાઈઓને પારિવારિક અહેસાસ કરાવ્યો હતો. આ તકે દરેક ભાઈઓનાં ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી.

અભયમ તેમજ શી ટીમની બહેનોએ દરેક ભાઈઓ નિરોગી રહે, દીર્ઘાયુ બક્ષે એવી શુભેચ્છા આપી હતી.
[wptube id="1252022"]








