કાલોલ પંચાલ યુથ ફાઉન્ડેશન દ્વારા વિશ્વકર્મા જયંતી નિમિતે બેન્ડ બાજા સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

તારીખ ૨૨/૦૨/૨૯૨૪
સાજીદ વાઘેલા કાલોલ
હિન્દુ ધર્મ શાસ્ત્રો મુજબ ભગવાન વિશ્વકર્મા દેવતાઓના શિલ્પકાર હતા અને જ્યારે સૃષ્ટિનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ. સૃષ્ટિનુ નિર્માણ કરવામા આવ્યુ ત્યારે તેમને બ્રહ્માણના શિલ્પનુ કાર્ય આપવામાં આવ્યુ છે. તેથી ભગવાન વિશ્વકર્માને બ્રહ્માંડના પ્રથમ એંજિનિયરના રૂપમાં પૂજવામાં આવે છે. ભગવાન વિશ્વકર્માએ જ ભગવાન શિવને ત્રિશૂળ, ભગવાન કૃષ્ણને સુદર્શન ચક્ર અને દ્વારકા નગરીમાં તેમના મહેલનુ પણ નિર્માણ કરવામાં આવ્યુ હતુ.આ દિવસ મજૂર, વણકર, વાસ્તુકાર, મૂર્તિકાર અને કારખાનાઓમાં કામ કરનારા શ્રમિકો માટે ખૂબ જ ખાસ હોય છે.વિશ્વકર્મા જયંતિના દિવસે પોતના પૂજનીય ભગવાન વિશ્વકર્માનુ પૂજન કરે છે અને તેમને પ્રાર્થના કરે છે કે તેમને વ્યવસાય અને કાર્યમાં સફળતા મળતી રહે.કાલોલ પંચાલ યુથ ફાઉન્ડેશન દ્વારા ભગવાનની ભવ્ય શોભાયાત્રા બેન્ડ બાજા સાથે કાઢવામાં આવી જે નગરનમાં મુખ્ય મર્ગો પર થી પસાર થઈ હતી જેમા સૌ કોઈ ગરબે ઘુમ્યા હતા.