ઘોઘંબા ના એક ગામના એક બહેન ને ઘમકી આપી ગેરવર્તન કરતાં ઈસમ સામે મહિલા હેલ્પલાઈન ટીમ મહિલાની વ્હારે પોહચી.

તારીખ ૨૪/૦૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાનું ઘોઘંબા તાલુકાના એક ગામમાંથી આંગણવાડી કાર્યકર બેનએ ૧૮૧ પર કોલ કરી જણાવેલ કે નંદ ઘર જે જગ્યા માં બનાવવામાં આવ્યું છે એ ભાઈ નસો કરી આવીને અપશબ્દ ગેરવર્તન કરે છે જેમાં આંગણવાડી ની જગ્યા માટે બધાને જાણકારી એ જગ્યા ની માંગણી કરેલ પણ હવે આટલા વર્ષ પછી નંદ ઘર નીજગ્યા લઈ લેવાની ધમકી આપે છે અને ગમે ત્યારે વ્યસન કરી આંગણવાડીમાં આવી અપ શબ્દ ગેરવર્તન અને આંગણવાડી આવેલો સ્ટોક વેર વિખેર કરી ને સ્ટોક નો બગાડ કરે છે જેના કારણે ત્યાંના બાળકો પણ આંગણવાડીમાં આવા ડરે છે આ બાબતોનું જાણ એમના ઉપરના અધિકારીઓ ને જાણ કરેલ હેરાનગતિ કરનાર વ્યક્તિના ફરિયાદ નજીકના પોલીસ સ્ટેશનમાં કરેલ અને કાર્યવાહી પણ કરેલ પરંતુ ફરીથી હેરાન ગતિ કરેલ છે જેથી ૧૮૧ ટીમ ની મદદ માગેલ જેમાં ૧૮૧ ટીમ સમગ્ર ઘટના જાણ્યા બંને પક્ષોનું અસરકારક કાઉન્સિલિંગ કરી સલાહ સૂચન કાયદાકીય માહિતી આપી પણ સામે પક્ષે વ્યસન ની હાલતમાં હોવાથી અને આંગણવાડી કાર્યકર આગળની કાર્યવાહી કરવા માંગતા હોવાથી પોલીસ સ્ટેશનમાં અરજી અપાવેલ










