GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ભુમાફિયાઓ દ્રારા ખાણ ખનીજ વિભાગ અને પુરવઠા અધિકાર, મામલતદારની ગાડીની જાસૂસી કરી વોટ્સએપ ગ્રુપમાં ઓડિયો ક્લિપ બનાવનાર પકડાયો

તારીખ ૧૫/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

જીલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ ની જાસુસી કરી તેઓની રેડ કરતા આગાઉ ખનીજ માફીયાઓ પાસે તંત્ર ની માહિતિ પહોચાડી દેતા હોય છે. આ જાસુસી પ્રકરણમાં તાલુકા મામલતદાર અને જીલ્લા પુરવઠા વિભાગ ની પણ રજેરજ ની માહીતી આપતા હોય છે જેમાં તંત્ર ના ડ્રાઇવર અને અધિકારી ના નામ સાથે ઓડિયો ક્લિપ બનાવી ખનન માફીયાઓ ના ગ્રુપ માં મોકલાવાય છે એવા જ એક બનાવમાં તા.૧૩/૧૨/૨૦૨૩ ના રોજ જીલ્લા પુરવઠા અધિકારી ગોધરા અને ઇન્ચાર્જ પ્રાન્ત અધિકારી હાલોલ તેમજ ટીમ ગોધરાથી હાલોલ તરફ ગાડી નંબર જીજે-૧૭-જીએ-૫૪૫૪ માં જતા હતા ત્યારે કાલોલ નજીક અજાણ્યા ઇસમ દ્રારા પીછો કરતા હોવાનુ માલુમ થતા તેઓનો ફોટો પાડી કાલોલ પોલીસને જાણ કરતાં કાલોલ પોલીસ દ્રારા અજાણ્યા ઇસમની અટક કરી કાલોલ મામલતદાર ને રજુ કરતા સદર ઇસમે તેનુ નામ નારણભાઈ બાબુજી વણઝારા ઉ.વ.૩૩ રહે. કાલોલ શહેરના ગોળીબાર વિસ્તારનો જણાવ્યું હતું પછી જિલ્લા પુરવઠા અધિકારીએ પંચોને બોલાવી સમજુત કરી મોબાઇલ ચકાસતા સદર મોબાઇલ સેમસંગ ગેલેક્સી એ૩૪ 5G જેનો તેમાં જીઓનુ એક સીમ કાર્ડ હતું જેનો મોબાઇલ નંબર ૯૮૨૪૪૯૭૭૩૬ છે જે મોબાઇલ નંબરનું વોટ્સએપ ચકાસતા સદર ઇસમ “સબકા માલિક એક “વોટ્સએપ ગૃપના સભ્ય હતો તે આજે તા.૧૩/૧૨/૨૦૨૩ ના રોજ ૧૫:૫૮ કલાકે “ચલો ભાઇ ચોપ્પન ચોપ્પન કાલોલ મામલતદારમાં એન્ટર”ટાઇમ ૧૬:૩૧ કલાકે “ચલો ભાઇ ચોપ્પન ચોપ્પન મધવાસ ચોકડી છોડીને હાલોલ બાજુ”,તથા ૧૬:૩૪ કલાકે “ચલો ભાઇ બાસઠ સત્તર મામલતદાર મલાવ ચોકડીથી મધવાસ બાજુ” એ પ્રકારના મેસેજ કરેલા જોવા મળ્યા હતા. સદર ગૃપના ગ્રુપ એડમીનના મોબાઇલ નં. (૧) ૭૮૭૪૦૧૧૫૧૨,(૨) ૯૮૭૯૯૬૪૧૦૯,(૩) ૯૭૧૨૩૦૬૪૫૪ છે.સદર ગૃપ એડમીનો તથા સદર ઇસમ દ્રારા પંચમહાલ જીલ્લાના તમામ વાજબી ભાવના સરકારી દુકાનદારો/પરવાનીદારો (FPS હોલ્ડરો,ખાનગી દુકાનદારો પેઢીઓ તથા ખનન માફિયાઓ દ્રારા કરવામાં આવતી ગેરકાનુની કામગીરીઓમાં સરકારી અધિકારી દ્રારા કરવામા આવતી કામગીરીમાથી બચાવ કરવા માટે મેળાપીણું કરી સાવચેત કરવાનું કૃત્ય કરવામા આવેલ હોવાનુ પ્રાથમીક દૃષ્ટીએ જણાય આવેલ છે. તેમજ વાજબી ભાવના સરકારી દુકાનદારો અને પરવાનીદારો (FPS હોલ્ડરો), ખાનગી દુકાનદારો/પેઢીઓ તથા ખાણ-ખનીજના ધંધા સાથે સંકળાઈને ગેરરીતી આચરતા ઈસમોના જુદા જુદા ગ્રુપો જેમ કે“નસીબ અપના અપના, જય નેજાધારી, સાયલા ટુ આણંદ, ગરવી ગુજરાત, મદદગાર ગૃપ, એકતા એક્સપ્રેસ,અપના ગુજરાત,સબકા માલીક એક, મેલડી સરકાર” વિગેરેમાં વોટ્સએપ દ્રારા ઓડીયો મેસેજ છોડી સચેત કરવાની કામગીરી સદર ઈસમ તથા ગૃપ એડમીનો દ્રારા આચરવામાં આવેલ છે. વધુમાં સરકારી અધિકારીઓ ની પળેપળ ની માહિતી આપતા માફીયાઓ ના સંખ્યાબંધ ગ્રુપ હોવાની ચર્ચાઓ સાથે અધિકારીઓ ની જાસુસી પ્રકરણમાં ગ્રુપ બનાવનાર એડમિન ઉપર કાર્યવાહી કરવા ની જરૂર હોય તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

[wptube id="1252022"]
Back to top button