GUJARATSAYLASURENDRANAGAR

સાયલાના કાશીપરા ગામે જવાનો એક માત્ર રસ્તો છેલ્લા કેટલાક સમયથી બિસમાર હાલતમાં

સરપંચ અને ગ્રામજનોની TDO ને રજૂઆત

તા.01/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સરપંચ અને ગ્રામજનોની TDO ને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના કાશીપરા ગામે જવાનો એક માત્ર રસ્તો છેલ્લા કેટલાક સમયથી બિસમાર હાલતમાં જોવા મળે છે ત્યારે તાલુકા મથકથી નજીક આવેલા ગામના બિસમાર રસ્તાના કારણે દર્દીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનનોને મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે સરપંચ અને સદસ્યોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરીને એપ્રોચ રસ્તાની માંગણી કરી છે સાયલા તાલુકા અને મૂળી તાલુકાના ત્રિભેટે આવેલા કાશીપરા ગામે જવાનો સાયલાથી એક માત્ર રસ્તો છેલ્લા કેટલાક સમયથી બિસમાર હાલતમાં જોવા મળે છે કાશીપરા જવા માટે સરકારી વાહનની સેવા ન હોવાના કારણે ગ્રામજનો ખાનગી વાહનો, છકડા રિક્ષામાં મુસાફરી કરતા જોવા મળે છે સાયલા તાલુકા મથકથી નજીક આવેલા ગામના કારણે દવાખાને, સ્કૂલ અને લોકોની ખરીદી સાયલા શહેરમાં જોવા મળે છે ત્યારે અંદાજીત 2000થી વધુ લોકોને બિસમાર રસ્તાના કારણે પરેશાન બની રહ્યા છે આ બાબતે સરપંચ સાપરા લાભુભાઇ લઘરાભાઇ અને સદસ્યોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરીને કાશીપરાથી સાયલાને જોડતો એપ્રોચ રસ્તાની માંગણી કરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button