BHARUCHGUJARATNETRANG

નેત્રંગ : “મતદાર જાગૃતી દોડ”ને જિલ્લા શિક્ષણ અઘિકારી અને પ્રાંત અધિકારીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.

નેત્રંગનો છે જાગૃત યુવાન, નહિ રાખે બાકી મતદાન...

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૬/૦૪/૨૦૨૪

 

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ની ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને જિલ્લા શિક્ષણ અઘિકારી સ્વાતિ રાઓલના માર્ગદર્શન હેઠળ નેત્રંગ ખાતે મનમોહનસિંહ યાદવ (જી.ઇ.એસ-૨) તેમજ  યોગેન્દ્રસિંહ સિમોદરીયા દ્વારા છેલ્લાં કેટલાંક દિવસોથી વિવિધ મતદાન જાગૃતી અભિયાન જેવા કે મતદારોને પ્રતિજ્ઞા, સહી ઝુંબેશ, મેં વોટ કરીશ કારણ કે દરેક વોટ જરૂરી છે તેમજ પહેલા મતદાન પછી જલપાનના સૂત્ર સાથે વોટ સેલ્ફી ઝોન, ક્વિઝ કોમ્પિટિશન યોજવામાં આવી છે.

 

આગામી તા.૭ મેના રોજ દેશના તહેવાર સમા લોકશાહીના પર્વમાં ભારતના નાગરિકો ઉત્સાહભેર જોડાય તે માટે દેશભરમાં “મતદાન જાગૃતિ” અભિયાનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે તા.૦૬/૦૪/૨૦૨૪ના રોજ લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા શિક્ષણ અઘિકારી સ્વાતિ રાઓલના તેમજ પ્રાંત અધિકારી ઝઘડિયા કાજલબેન ગામીતે “મતદાર જાગૃતી દોડ” લીલી ઝંડી બતાવી આ દોડને કોલેજ પરિસરમાં થી પ્રસ્થાન કરાવી હતી.

 

આ “મતદાર જાગૃતી દોડ”માં એક સરખા ડ્રેસ સાથે અને હાથમાં રાષ્ટ્રધ્વજ, મતદાન જાગૃતીનાં બેનરો સાથે ૧૨૫ થી વધુ યુવાનો અને યુવતીઓ ઉત્સાહ ભેર ભાગ લઈ નેત્રંગ ટાઉનના નેત્રંગ કોલેજ થી  જીનબજાર, મંગળવાડી વિસ્તાર, ગાંધી બજાર, જલારામ ફડિયું, જવાહર બજાર, નેત્રંગ ચાર રસ્તા, લાલ મંટોડી, નેત્રંગ પોલિસ સ્ટેશન થી પરત નેત્રંગ કોલેજ આવી સમાપન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ૬ કિલોમીટરની દોડ થકી મતદાર જાગૃતી અંગે નેત્રંગ નગરના ૪.૫ હજાર જેટલા નાગરિકોએ દોડ નિહાળી હતી. યુવાનો દ્વારા વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.

 

આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અઘિકારી સ્વાતિ રાઓલ, ઝઘડિયા પ્રાંત અધિકારી કાજલબેન ગામીત, નેત્રંગ સરકારી કોલેજમાં આચાર્ય ડૉ.જી.આર.પરમાર, નેત્રંગ મામલતદાર રિતેશભાઈ કોંકણી, પોલિસ સબ ઇન્સ્પેકટર આર.આર.ગોહિલ, ઇ.આઇ. ડૉ.દિવ્યેશ પરમાર તેમજ નેત્રંગ તાલુકા સ્વીપ કન્વીનર મનમોહનસિંહ યાદવ (જી.ઇ.એસ-૨), સ્વીપ કન્વીનર યોગેન્દ્રસિંહ સિમોદરીયા તેમજ કોલેજ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button