હાલોલ-ભમરીયા તથા ગરીયાલ ગામે દસ દિવસથી આંતક મચાવનાર વાનર આખરે વનવિભાગના પાજરે પુરાયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૬.૯.૨૦૨૩
હાલોલ તાલુકાના ભમરીયા તથા ગરીઆલ ગામમાં છેલ્લા દસ દિવસથી આતંક મચાવી મૂકનાર કપિરાજે સાતેક જેટલા હુમલા કરી અનેક લોકો ને ઇજાગ્રસ્ત કરતા લોકો માં ફફડાટ ફેલાયો હતો.લોકો ઘર ની બહાર નીકળતા ડર અનુભવી રહ્યા હતા. તોફાની વાનર ગમે તે સમયે આવી હુમલો કરી ભાગી છૂટતો હોવાથી લોકોએ હાલોલ વન વિભાગ ને જાણ કરી હતી.હાલોલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સતીશ બારીયા એ ટીમને ભમરીયા મોકલી તે વિસ્તારમાં પાંજરા ગોઠવી તેમાં ફળ મૂકી કપિરાજ ને પાંજરે આવવા લલચાવ્યા હતા.પરંતુ અઠવાડિયા થી તોફાને ચડેલા કપિરાજે ગરીઆલ ગામે બે વ્યક્તિઓ ને બચકા ભર્યા હતા. તો ભમરીયા રિસોર્ટ માં આવેલા સહેલાણીઓ ને પણ બચકા ભર્યા હતા.તો મોટરસાયકલ લઈ જતા લોકો ઉપર પણ હુમલો કર્યો હોવાના બે બનાવો બનતા વન વિભાગે કપિરાજ ને પકડી પાડવા પાંજરું મૂક્યું હતું કપિરાજ પાંજરે પુરાયો ન હતો અને ભમરીયા ગ્રામપંચાયત ના તલાટી ઉપર પણ હુમલો કરી બચકું ભરી લેતા ગઈ કાલે સાંજે આ તોફાની વાનર ને પકડી પાડવા માટે તેને બેહોશ કરવા નો નિર્ણય લેવાતા હાલોલ વન વિભાગ અને હાલોલ ની રેસ્ક્યુ ટીમ સાથે આ કામગીરી કરવા છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર આરએફઓ વનરાજસિંહ ગોહિલ આવ્યા હતા. અને યોજનાબદ્ધ રીતે તોફાની વાનર ને એરગન થી ડોટ આપી બેહોશ કરવા ની સફળ કામગીરી કરવામાં આવતા ગામલોકોએ હાશકારો અનુભવ્યો હતો.










