જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા કાલોલ ના ઘૂસર ગામે આવેલ સસ્તાં અનાજની દુકાન નો પરવાનો રદ કરાયો.

તારીખ ૦૨/૦૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની ઘૂસર સરકારી સસ્તા અનાજની વાજબી ભાવની ધી જલારામ ગ્રાહક ભંડાર જેઓના શોપ મેનેજર મહેશભાઈ ઉર્ફે ટીનાભાઈ અનોપસિંહ પરમારને પરવાના નં ૧૯/૨૦૦૪ ને ત્યાં એચ.ટી.મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી પંચમહાલ ગોધરા તથા જિલ્લાની ટીમ દ્વારા ગત તા માસે આકસ્મિક તપાસ કરતા ઘઉં ની વધ ,ચોખા ની કટ્ટા ઘટ તથા ચણા ની વધ,ખાંડ ની વધ આમ કુલ મળી ૧૯ કટ્ટાની વધ-ઘટ મળેલ છે.દુકાનદાર દ્વારા ઓનલાઇન પ્રિન્ટેડ કુપન પણ રેશનકાર્ડ ધારકોને આપવવામાં આવેલ નથી કે તેની સ્થળપ્રત રાખવામાં આવેલ નથી તેવું પરવાનેદારે પોતે કબૂલે છે.દુકાને કોઈ પણ પ્રકારના બોર્ડ નિભાવેલ નથી.૫૦ રેશન કાર્ડ ધારકોના નિવેદન લેતા ૫ થી ૬ કિ.ગ્રામ અનાજ ઓછું આપતાં હોવાનું જણાવેલ તેમજ રૂપિયા વધુ લેતા હોવાનુ જણાવેલ છે.શોપ મેનેજર કે જેઓ રાજકીય પક્ષ સાથે સંકળાયેલ છે તેમના દ્વારા ગંભીર પ્રકારની ગેરરીતિ આચરેલ હોય તેમજ તેમની વાજબી ભાવની દુકાન ના સ્થળેથી ગેરરીતિઓ બદલ જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી જેમા રૂ ૫૭,૯૭૪/ ની કીમત નો દંડ ફટકારી ૯૭૩.૧૦૦ કી. ગ્રા જેટલો જથ્થો રાજ્યસાત કરવામાં આવેલ અને આ વાજબી ભાવની દુકાન નો પરવાનો કાયમી ધોરણે રદ કરાયો હોવાની વિગતો બહાર આવી છે. જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરતા ગેરરીતિઓ કરતા દુકાનદારો મા ભારે ફફડાટ ફેલાયો છે.