NATIONAL

Manipur : મણિપુરમાં એક યુવકને જીવતો સળગાવાયો, વિપક્ષો સરકાર પર તૂટી પડયા

મણિપુરમાં હિંસા અટકવાનું નામ લેતી નથી. તાજેતરમાં જ માહિતી મળી છે કે રવિવારે એક કુકી જાતિની પેટા જાતિ કુકી-ઝોના યુવકને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. તેનો વિડીયો મીડીયા સમક્ષ પહોંચ્યો તે સાથે કોંગ્રેસના નેતૃત્વ નીચેનાં INDIA ગઠબંધને સરકાર ઉપર પસ્તાળ પાડવી શરૂ કરી દીધી છે. અને રાજ્યમાં મુખ્યમંત્રીને તત્કાલ સત્તા ઉપરથી દૂર કરી સરકારનું વિસર્જન કરાવવા અને મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન સ્થપાવવા ભારપૂર્વક રજૂઆત કરી છે. આ ઘટના પછી તે યુવકનું અર્ધદગ્ધ શબને ખાઈમાં ફેંકી દેવાયું તેનો પણ વિડીયો જારી કરાયો છે. વિપક્ષી ગઠબંધન INDIA દ્વારા ગઠબંધનના અગ્રીમ પક્ષ કોંગ્રેસનાં નેતૃત્વ નીચે નરેન્દ્ર મોદી ઉપર પ્રહારો શરૂ કરી દીધા છે. અને જણાવ્યું છે કે તે ઘટના ઘણી જ દુ:ખદ અને શરમજનક છે.

વિપક્ષી ગઠબંધને એક ધૂંધળી વિડીયો ક્લિપ રજૂ કરતાં X (મૂળ ટિવટર) ઉપલ લખ્યું હતું કે : ‘આ (વિડીયો) મણિપુરમાં લેવામાં આવ્યો છે. તેમાં એક કુકી આદિવાસીના એક યુવકને જીવતો સળગાવી દેવાતો દેખાય છે. આ ઘટના બેહદ દુ:ખદ અને શરમજનક છે. મોદીજી પાડોશી દેશો અંગે દુ:ખ વ્યક્ત કરે છે. પરંતુ મણિપુર બચાવવામાં નિષ્ફળ રહ્યા છે.

ઇન્ડિયા બ્લોકના જ એક સભ્ય શિવસેના (યુવીટી) સાંસદ પ્રિયંકા ચાતુર્વેદીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, મણિપુરથી મળેલા એક વિડીયોમાં એક આદિવાસી વ્યકિતના શરીરને ખાઇમાં આગ લગાડાતી હોય તે જોવા મળે છે. આ ઘટના ઘણી જ દુ:ખદ અને શરમજનક છે.

[wptube id="1252022"]
Back to top button