પંચમહાલ:-હાલોલ ખાતે જીલ્લાકક્ષાના સ્વંતંત્રતા પર્વની ઉજવણી થશે,તંત્ર દ્વારા કાર્યક્રમને આખરી ઓપ

રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ
તા.૧૩.૮.૨૦૨૩
પંચમહાલ જિલ્લાના કક્ષાની ૭૭માં સ્વતંત્રતા પર્વની ઉજવણી હાલોલના એમ.એન્ડ.વી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી ચતુરસિંહજી પરમાર અન્ન અને નાગરિક પુરવઠા,સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાવનાર છે. જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા પર્વની ઉજવણીની ના ભાગરૂપે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.૧૫મી ઓગસ્ટ ના દિવસે ૭૭માં સ્વાતંત્રતા પર્વની પંચમહાલ જિલ્લા કક્ષાની ઉજવણી હાલોલ ના ગોધરા રોડ ઉપર આવેલ એમ.એન્ડ.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સવારે ૯.૦૦ કલાકે યોજવાના છે. ૭૭ સ્વતંત્રતા દિનની ઉજવણી ને લઇ રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી ચતુરસિંહજી પરમાર અન્ન અને નાગરિક પુરવઠા,સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ના હસ્તે ધ્વજવંદન યોજાવનાર છે.જેને લઇ વહીવટી તંત્ર દ્વારા કોલેજ કેમ્પસ ખાતે ઉજવણીની પૂર્વ તૈયારીઓ માર્ગ મકાન વિભાગ સહીત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.આ પ્રસંગે પંચમહાલ જિલ્લા કલેકટર આશિષકુમાર સહિત પંચમહાલ જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતોના પ્રમુખો તેમજ રાજકીય આગેવાનો અને પંચમહાલ જિલ્લાના અધિકારીઓ,પદાધિકારીઓ તેમજ સરકારી કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ,તાલુકા ની શાળા કોલેજ ના વિદ્યાર્થીઓ ની ઉપસ્થિત માં યોજાશે. યોજાવનાર પર્વ માં પોલીસ સલામી સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.જેની હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તદુપરાંત ૧૪ મી ઓગસ્ટ ને સોમવાર ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે જિલ્લા કલેક્ટર આશિષકુમાર ની ઉપસ્થિતિમાં પર્વની ઉજવણીનું રિહલસલ કરવામાં આવશે તેમ આધારભૂત સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ છે.










