GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

જીલ્લાના ચાર તાલુકામાં એક સાથે ૯૨ ગ્રામ પંચાયતની આર.ટી.આઈ કરનારની અપીલ આયોગે ખારીજ કરી.

તારીખ ૨૯/૦૭/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

અપીલકર્તા સામે કાર્યવાહી કરવા હાલોલ ટીડીઓ પાસે રીપોર્ટ તૈયાર કરવા આયોગે જણાવ્યું.

પંચમહાલ જિલ્લાની આવેલી ગ્રામ પંચાયતો સહિત સરકારી કચેરીઓમાં, સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન પર અનેક આરટીઆઇઓ આવતી હોય છે. જેમાં અમુક અરજદારોની માહીતી અરજી સાચી હોય છે. જયારે કેટલાક અરજદારો માહીતી અધિનીયમ મુજબ માંગેલી માહીતીનો ગેરલાભ ઉઠાવતાં હોવાના કિસ્સા પણ સાંભળવામાં મળી આવ્યા છે. કાલોલના અરજદારે હાલોલ તાલુકા માં ૧૮ ગ્રામ પંચાયતો તેમજ કાલોલ,ઘોઘંબા અને ગોધરા, સહીત ૯૨ ગ્રા.પં.માં કામોની માહીતી માંગી હતી. જેની એક માસની મુદત પૂર્ણ થતાં અરજદાર અપીલમાં રાજય માહીતી આયોગમાં ગયા હતા. શુક્રવારે કલેકટર કચેરીમાં રાજય માહીતી આયોગની ઓનલાઇન મીટીંગમાં તમામ ગ્રામ પંચાયતના તલાટીઓ હાજર રહ્યા હતા. માહીતી આયોગે અરજદારે એક સાથે પંચમહાલ જિલ્લાનાં ચાર તાલુકામાં ૯૨ જેટલી ગ્રામપંચાયતમાં માહીતી પર શંકા ઉપજાવીને અરજદારની અપીલ ખારીજ કરીને હાલોલ તાલુકા વિકાસ અધિકારી ને આર.ટી.આઈ કરેલી ગ્રામપંચાયતોના જવાબ લઇને રીપોર્ટના આધારે કાર્યવાહી કરી રીપોર્ટ માહીતી આયોગને રૂબરૂ ૭ ઓગસ્ટે કરવાનો હુકમ કર્યો છે. રીપોર્ટ બાદ અરજદાર પર કાયદાકીય કાર્યવાહી કરવી કે નહિ તેનો નિર્ણય લેવામાં આવશે.માહીતી આયોગના કડક વલણને લીધે ખોટી આર.ટી.આઇ.ઓ કરીને હેરાન કરનાર અજરદારોમાં ફફડાટ ફેલાય ગયો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button