ભાજપના વરિષ્ઠ નેતા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો
એક મહિલાએ યેદિયુરપ્પા પર તેની 17 વર્ષની પુત્રીનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એક મહિલાએ યેદિયુરપ્પા પર તેની 17 વર્ષની પુત્રીનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે.
સગીરાની માતાએ આ મામલે બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. ફરિયાદ મુજબ, કથિત જાતીય સતામણી 2 ફેબ્રુઆરીએ થઈ હતી, જ્યારે માતા અને પુત્રી છેતરપિંડીના કેસમાં મદદ માંગવા યેદિયુરપ્પા પાસે ગયા હતા.
યેદિયુરપ્પાની ઓફિસે 53 કેસની યાદી જાહેર કરી
બીએસ યેદિયુરપ્પાના કાર્યાલયે આ મામલે નિવેદન જાહેર કર્યું છે. યેદિયુરપ્પાની ઓફિસ દ્વારા આવા 53 કેસોની યાદી જારી કરવામાં આવી છે, જે ફરિયાદકર્તાએ પહેલાથી જ અલગ-અલગ બાબતોને લઈને દાખલ કરી છે. યેદિયુરપ્પાની ઓફિસે ભારપૂર્વક જણાવ્યું છે કે ફરિયાદીને આવી ફરિયાદો કરવાની આદત છે.
યેદિયુરપ્પા 2008 અને 2011માં કર્ણાટકના સીએમ રહી ચુક્યા છે, ત્યારબાદ મે 2018માં થોડા સમય માટે અને ફરીથી જુલાઈ 2019 થી 2021 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પછી તેમણે 2021 માં રાજીનામું આપ્યું. પોતાના નિર્ણયની જાહેરાત કરતી વખતે યેદિયુરપ્પા મંચ પરથી રડી પડ્યા હતા. અને કહ્યું કે રાજ્યની જનતાનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.
યેદિયુરપ્પા બાદ બીજેપીના બસવરાજ સોમપ્પા બોમાઈ કર્ણાટકના 23મા મુખ્યમંત્રી બન્યા. બોમાઈએ જુલાઈ 2021 થી મે 2023 સુધી આ પોસ્ટ પર કામ કર્યું. 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપે બોમાઈને હાવેરી મતવિસ્તારમાંથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે.










