GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના એરાલ ખાતે સ્વામિનારાયણ મંદિરનો ૧૧ મો વાર્ષિક પાટોત્સવ ભકિતભાવપૂર્વક ઉજવાયો.

તારીખ ૨૧/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, એરાલ અનેક મુમુક્ષુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર,એરાલમાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપા ૧૧ મા વાર્ષિક પાટોત્સવની ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજનીય સંતોએ સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું ષોડશોપચારથી પૂજન,અર્ચન,તેમજ આરતી પણ ઉતારી હતી.આ પાવનકારી અવસરે સંતવાણી – કથાવાર્તા વગેરે અધ્યાત્મસભર આયોજનો થયાં હતાં.આ પાવનકારી અવસરે સ્થાનિક હરિભક્તોએ દર્શન, શ્રવણનો લાભ લીધો હતો.

[wptube id="1252022"]









