હાલોલ અને જાંબુઘોડા તાલુકાના ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોએ પોતાની માંગણીઓને લઇને કર્યા મૌન ધરણા

રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ
તા.૧૨.૮.૨૦૨૩
હાલોલની ધી.એમ.એસ.હાઇસ્કુલ ખાતે આજે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા તેઓની માંગણી ને લઇ હાલોલ તેમજ જાંબુઘોડા તાલુકાના ગ્રાન્ટેડ શાળાઓ નાં સંચાલકો,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ના આચાર્ય શિક્ષકો તથા વહીવટી કર્મચારીઓ દ્વારા મૌન ધરણા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા તેઓની માંગણી ની રજૂઆતો કરવામાં આવી હતી જેમાં કેટલીક માંગણીઓ છેલ્લા ઘણા સમયથી સ્વીકારવામાં ન આવતા શિક્ષણ સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર આજે તા.૧૨ ની ઓગસ્ટ નાં રોજ બપોરે ૧૨ થી ત્રણ વાગ્યા સુધી હાલોલ તથા જાંબુઘોડા તાલુકાના ગ્રાન્ટેડ શાળાઓ નાં સંચાલકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ના આચાર્યો શિક્ષકો તથા વહીવટી કર્મચારી ગણ હાલોલની ધી.એમ.એસ.હાઇસ્કુલ ખાતે ઉપસ્થિત રહી શિક્ષકો ને અન્ય કામગીરીમાં થી મુક્તિ આપો તેવા પ્લે કાર્ડ સાથે ઉભા રહી મૌન ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આ યોજાયેલ ધરણા માં ગૂજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મહા મંડલ નાં અધ્યક્ષ મુકેશરાજ સોલંકી, પંચમહાલ જિલ્લા શાળા સંચાલક મંડળ નાં મહામંત્રી નરેન્દ્રસિંહજી પટેલ, ઉપ પ્રમુખ બાલકૃષ્ણભાઈ એન પરીખ તેમજ શાળા ઘટક સંઘ મહા મંડળ નાં ઉપપ્રમુખ મૃગેન્દ્રસિહ સોલંકી,જિલ્લા આચાર્ય શૈક્ષણિક સંઘ નાં સહમંત્રી જીતાશુંભાઈ પટેલ,રતિભાઈ પરમાર,બકોરભાઈ પટેલ તેમજ એમ.એસ.હાઇસ્કૂલના આચાર્ય વી.એમ.પાઠક સહિત શિક્ષકગણ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધરણા ધરી વિરોધ પ્રદર્શન કર્યો હતો.










