GUJARATHALOLPANCHMAHAL

જાંબુઘોડાની રામપુરા પ્રાથમિક શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઇ 

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૫.૯.૨૦૨૩

૫મી સપ્ટેમ્બરએ ભારતનાં શ્રેષ્ઠ શિક્ષક ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના માનમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.તેઓ એક શ્રેષ્ઠ શિક્ષક,વિચારક અને સ્વતંત્ર ભારતના ઉપરાષ્ટ્રપતિ અને ત્યાર બાદ બીજા રાષ્ટ્રપતિ તરીકે નિમણુક પામેલ હતા.સમાજે શિક્ષકને તેમના વિદ્યાર્થીઓના જીવનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હસ્તક્ષેપ કરવાનો, વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય માટેના સપના બતાવવા અને તેમની આંતરિક ક્ષમતાને સમૃદ્ધ બનાવવા અને તે સપનાઓને સાકાર કરવા માટે તૈયાર કરવાનો અધિકાર આપ્યો છે.આ કરતી વખતે તે મૂલ્યો અને વલણને પણ આકાર આપે છે. વશિષ્ઠ, ચાણક્ય, રવીન્દ્રનાથ ટાગોર, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ,સર્વપલ્લી રાધાકૃષ્ણન વગેરેને યાદ કરવાથી મનમાં ગુરુની એક આદર્શ અને અદભૂત છબી રચાય છે.જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે આવેલ રામપુરા પ્રાથમિક શાળામાં આજરોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળામાં એક દિવસ માટે શિક્ષક બનેલા તમામ વિધાર્થીઓ એ જુદા જુદા વર્ગોમાં જઇ વિદ્યાર્થીઓને ઉત્સાહભેર પોતાના વિષયોનું શિક્ષણ આપ્યું હતું અને શાળા ખાતે વકતૃત્વ સ્પર્ધા પણ યોજાઇ હતી.આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના પંચમહાલ જિલ્લાનાં અધ્યક્ષ પ્રગનેશભાઈ જોશી તેમજ શાળાના આચાર્ય અલકાબેન સહીત શાનાળા શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શિક્ષક દિનની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button