TAPIVYARA

ગુજરાત માં ફરી પુલ ટુટિયો,બે કરોડ રૂપિયાના ખર્ચે ત્યાર થઈ રહેલ મિંધોલા નદી પરનો પુલ લોકાર્પણ પહેલા જ તૂટી ગયો

તાપીના વ્યારાના માયપુર અને દેગામા ગામને જોડતા રસ્તા પર મિંધોલા નદી પર બનેલો પુલ તૂટી ગયો છે. પૂલ તૂટવાને પગલે લગભગ 15 ગામ પ્રભાવિત થયા છે. આ અંગે કાર્યપાલક એન્જિનિયર નિરવ રાઠોડે બતાવ્યું કે પુલ નિર્માણ કાર્ય 2021માં શરૂ કરવામાં આવ્યું હતું. આ પુલ લગભગ 2 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થવાનો હતો. એક્સપર્ટ દ્વારા તપાસ કરાવીને પુલ તુટવાનું કારણ તપાસવામાં આવશે.
મળતી માહિતી મુજબ તાપીની મીધોંલા નદી પર વ્યારાના માયપુર અને દેગામ ગામને જોડતો પુલ ઉદ્ઘાટન પહેલા જ ધરાશાયી થઈ ગયો છે. માયપુર અને દેગામા ગામોને જોડતો પુલ 14 જૂનની સવારે તૂટી પડ્યો હતો, જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. લોકો સાથેની વાતચીતમાં એ વાત સામે આવી છે કે બ્રિજના નિર્માણ દરમિયાન તેની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા હતા. કોન્ટ્રાક્ટરની લોકો સાથે બોલાચાલી પણ થઈ હતી.
મીંધોલા નદી પરના આ પુલનું નિર્માણ વર્ષ 2021માં શરૂ કરવામાં આવ્યું હતું. વાલોડના માર્ગ બાંધકામ વિભાગ દ્વારા અંદાજે 2 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. આ બ્રિજનું 95 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. જોકે, લોકાર્પણ થાય એ પહેલા જ પુલ ધરાશાયી થઈ ગયો છે. જેને પગલે 15 ગામો પ્રભાવિત થયા છે. નિષ્ણાંતો દ્વારા તપાસ કરાવ્યા બાદ પુલ તૂટી પડવાનું કારણ જાણી શકાશે.

[wptube id="1252022"]
Back to top button