મોરબીમાં ભાજપના નેતાઓના ગેરકાયદેસર બાંધકામ ભાજપના નેતાઓ તોડશે ખરા ?
મોરબીના અધિકારીઓ પોતાની ફરજ ચુકી ગ્યાં ? ભાજપના નેતાઓ કામગીરી કરશે ?
મોરબી શહેર વિસ્તારમાં અનેક પ્રકારના ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે હાલ અનેક વિસ્તારમાં ખુબજ મસ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે જે બાંધકામો પાલિકાની મંજૂરી વગર ખડકી દેવામાં આવ્યા છે અને તે બાંધકામો માં ફાયર સેફ્ટીના નામે પણ શૂન્ય છે
મોરબી નગરપાલિકા વિસ્તારમાં જે બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે તે મોટા ભાગના ભાજપ ના નેતાઓ દ્વારા જ બનાવવામાં આવ્યા છે એ ઍટલે એ સવાલ ઊભો થાઈ છે કે ભાજપના નેતાઓના ગેરકાયદેસર બાંધકામ ભાજપના નેતાઓ તોડશે ખરા ? હાલ જે પ્રકારે બિલ્ડીંગ ખડકી દેવામાં આવ્યા છે તે મોરબી શહેર ના મુખ્ય માર્ગો પર ખડકી દેવામાં આવ્યા છે જેમાં વાત કરીએ તો મોરબી ના દલવાડી સર્કલ પાસે મસ મોટા પ્રમાણમાં ૨૯ એપાર્ટમેન્ટ પાલિકાની મંજૂરી વગર ખડકી દેવામાં આવ્યા છે અને પાલિકા દ્વારા તે બાંધકામ ને ત્રણ વાર નોટિસ પણ ફટકારવામાં આવી છે તેમ છતાં તે બાંધકામ હજુ ચાલી જ રહ્યું છે તેનું મુખ્ય કારણ એ છે કે તે એપાર્ટમેન્ટ ભાજપના નેતાના છે ઍટલે મોરબી પાલિકા દ્વારા તેને માત્ર નોટિસ આપી ને છોડી દેવામાં આવ્યા છે તેવું લાગી રહ્યું છે નોટિસ બાદ ની પ્રક્રિયા પાલિકાના અધિકારીઓ જાણે ભૂલી ગ્યાં હોય તેમ લાગી રહ્યું છે
મોરબી શહેર વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે જેનું મુખ્ય કારણ અધિકારીઓ અને નેતાઓ છે પોતાની જવાબદારી મુજબ આવતી કામગીરી ના કરવાના કારણ આજે અનેક સમસ્યાઓથી મોરબી ઘેરાય ગયું છે હાલ મોરબી નગરપાલિકામાં ભાજપની બહુમતી છે ઍટલે હવે ભાજપ સામે કોઈ વિરોધ પક્ષ નથી ઍટલે હવે વિકાશલક્ષી કામો થસે તેવું લાગી રહ્યું છે પણ ખરેખર તે જોવાનું રહ્યું કે પોતાની પાર્ટીના નેતાઓ જે ગેરરીતિની કામગીરી કરી રહ્યા છે તેની સામે કાર્યવાહી કરશે ખરા ?
આંખે ઊડીને આવતા આ મસ મોટા ગેરકાયદેસર બાંધકામો સામે શા ? માટે આકરા પગલાં લેવામાં આવતા નથી ? તે મહત્વનો સવાલ છે જે પાર્ટી ના નિયમો પારદર્શક કામ કરવા માટેના છે તે જ પાર્ટી ના નેતાઓ ગેરકાયદેસર બાંધકામો ને પ્રોત્સાહન આપી રહ્યા છે હાલ મોરબી શહેરમાં જે બાંધકામો થઈ રહ્યા છે તેમાં મોટા ભાગના બાંધકામો ભાજપ પાર્ટી ના નેતાના છે અને તેના કારણે તંત્ર ક્યાક ને ક્યાક આ ભાજપ પાર્ટી ના નેતાઓ સામે કાર્યવાહી કરવામાં અચકાય રહ્યું છે ?