JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢના પર્વાતારોહણ તાલીમ કેન્દ્ર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

શિબિરાર્થીઓ અને કર્મચારીઓએ કર્યુ વૃક્ષારોપણ

જૂનાગઢ તા.૬   ગુજરાત સરકારનાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર સંચાલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, ભવનાથ, જૂનાગઢ ખાતે તા.૦૧-૦૬-૨૦૨૪ થી ૧૦-૦૬-૨૦૨૪ દરમિયાન પ્રાથમિક ખડક ચઢાણ તાલીમ શિબિરનું આયોજન થઈ રહ્યું છે.

તાલીમ શિબિરના ભાગ રૂપે તથા શિબિરાર્થીઓમાં વૃક્ષો વાવવા તથા ઉછેરવાની પ્રેરણા મળી રહે તે માટે તા.૫-૬-૨૦૨૪ ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત શિબિરાર્થીઓ તથા પ્રશિક્ષકો અને સંસ્થાના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં વડોદરાના એન.સી.સી. કેડેટ્સના ભાઈઓ તથા બહેનો અને અન્ય ૧૨ જીલ્લાનાં વ્યક્તિગત શિબિરાર્થીઓ ભાગ લીધો હતો.

વૃક્ષારોપણના કાર્યક્રમનુ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુનાં ભૂતપૂર્વ પ્રિન્સીપાલ કમલસીંગ રાજપૂત તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢના ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button