ચરણ વંદના દ્વારા ગુરુપૂજન કરી અનોખો ચિલો ચિતરતી પાલનપુર ની સાળવી (સ્વસ્તિક) પ્રા.શાળા


૩ જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમા. વ્યાસ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એક ભારતીય અને નેપાળી આધ્યાત્મિક અને શૈક્ષણિક શિક્ષકો માટે સમર્પિત તહેવાર છે. આ પર્વ નિમિતે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરી આશીર્વાદ મેળવતો હોય છે. ઈશ્વર અને માતા પિતાની જેમ જ ગુરુનું સ્થાન ઉંચું અને પૂજનીય છે ગુરુએ દિવ્ય જયોતી છે. જે આપના માર્ગમાં પ્રકાશ રેલાવે છે. જીવનયાત્રાને પાર પાડવા ગુરુ પથદર્શકની ભૂમિકા ભજવે વંદનીય ગુરુજીઓનું આગવી રીતે સન્માન કરી આદર સત્કાર કરવાનો સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર ચીલો ચિતર્યો છે,પાલનપુરની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓએ…!!પાલનપુરની શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી સાળવી પ્રાથમિક શાળાના બાળકોએ ગુરુપૂર્ણિમાએ પોતાને અભ્યાસમાં વિદ્યા દાન આપી રહેલ શિક્ષકોનો અભૂતપુર્વ આદર સત્કાર કર્યો હતો.શાળાના વર્ગ પંચાયતના ચુંટાયેલા પ્રતિનિધિ વિદ્યાર્થીઓએ ‘મારા ગુરુ – મારી આત્મા’ કાર્યક્રમ અંતર્ગત તમામ શિક્ષકોનું પૂજન કરી તેમના કુમ-કુમ પગલાંની છાપ લઇ તેને ફ્રેમિંગ કરાવી પોતાના ઘરમાં સ્થાપિત કરવાનું આયોજન કર્યું હતું. આ પગલાંની છાપને દરરોજ પૂજા કરી. શાળા ખાતે ગુરુપૂજન અને છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં ગુરુજીઓનું કુમકુમ તિલક દ્વારા પૂજન અને વિશિષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે અલ્પેશભાઇ મહેશ્વરી,મયુરભાઇ સોની,શ્રધ્ધાબેન જોશી ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય મહેશભાઇ પટેલ અને ઉપાચાર્ય રવિન્દ્રભાઇ મેણાત અને શાળા પંચાયતના પ્રમુખ ( G.S.) અને ધો.૬ ના વિદ્યાર્થી ઉત્પલ પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતું.







