RAJKOTUPLETA

ઢાંક વિસ્તાર મા માવઠાથી થયેલ નુકશાન નુ વળતર માટે કૃષિ મંત્રી ને રજૂઆત કરતા તાલુકા પંચાયત ના સદસ્ય રસ્મિતા બેન પાનસેરીયા

૮ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

ઉપલેટા તાલુકાના ઢાંક તથા આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદ માવઠાથી લીધે ખેડૂતો ના ઉનાળુ પાક મા અતિશય નુકશાન થયેલ હોવાથી ઢાંક ચુંટાયેલા કોંગ્રેસ ના મહિલા સદસ્ય દ્વારા કૃષિ મંત્રી ને લેખીત રજુઆત કરીને જણાવેલ છે કે અમારા વિસ્તારમાં તાત્કાલિક અસરથી સર્વે કરીને ખેડૂતોને થયેલ નુકશાન વળતર ચૂકવવા ની રજૂઆત કરી છે.

મહિલા સદસ્ય એ સાથે જણાવેલ છે કે સતત ચાર પાંચ દિવસ કમોસમી વરસાદ અને પવન ને કારણે ખેડૂતો ભારે નુકસાની વેઠવી પડી છે.

[wptube id="1252022"]
Back to top button