TANKARA:૬૬ – ટંકારા વિધાનસભા મતદાર વિસ્તારમાં વિવિધ પ્રવૃતિઓ દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમો કરાયા

TANKARA:૬૬ – ટંકારા વિધાનસભા મતદાર વિસ્તારમાં વિવિધ પ્રવૃતિઓ દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમો કરાયા
રાજકોટ તા. ૦૯ એપ્રિલ – લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ પ્રયાસો કરી રહ્યું છે. આગામી તારીખ ૭ મેના રોજ ગુજરાતની તમામ ૨૬ લોકસભા સીટો પર મતદાન થશે. ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નોના ભાગરૂપે દેશવાસીઓને લોકસભા ચૂંટણી અન્વયે મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે ૬૬-ટંકારા વિધાનસભા મતદાર વિસ્તારમાં વિવિધ પ્રવૃતિઓ દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં ગેસની બાટલાઓ ઉપર “અવસર લોકશાહીનો”, “મતદાન અચુક કરીએ” સહીતના સ્ટીકરો લગાવવામાં આવ્ય હતા. ટંકારા તાલુકાના નસીતપર ગામે બી.જે.કણસાગરા હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થિઓ દ્વારા મતદાન કરવા પ્રેરિત કરે તેવા પોસ્ટરનું નિદર્શન કર્યું હતું.