સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, પાલનપુર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

22 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
બનાસકાંઠા ડીસ્ટ્રીકટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુરના એન. એસ. એસ. યુનિટ દ્વારા કોલેજના પ્રિન્સીપાલશ્રી ડૉ. યોગેશ બી. ડબગરના માર્ગદર્શન હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ૫૪ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. પ્રિન્સીપાલશ્રીએ કાર્યક્રમમાં હાજર રહીને સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમણે તેમના વક્તવ્યમાં જણાવ્યું કે ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરી અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી દ્વારા અનેકવિધ સ્પર્ધાઓ વિદ્યાર્થીઓના સર્વાગિક વિકાસ માટે આયોજિત કરવામાં આવે છે. જેનાથી વિધાર્થીઓ ની આત્મસૂઝ, નેતૃત્ત્વ નાં ગુણો, મૌલિંક શક્તિ વિકસે અને વિદ્યાર્થી પ્રોત્સાહિત થાય તે હેતુ છે. આ દરેક સ્પર્ધા માં ઍક થી ત્રણ નંબરે આવેલ વિદ્યાર્થી નું નામ યુનિવર્સિટી કક્ષા એ મોકલવામાં આવશે સ્પર્ધા વ્યવસ્થામાં ડૉ. અંકિતા ચૌધરી, ડૉ. એસ.આઈ. ગટીયાલા, ડૉ. ધ્રુવ પંડયા, ડૉ. અમી પટેલ, ડૉ. શિતલ ચૌધરી, ડૉ. પૂજા મેસુરાણી, પ્રા. હેતલ રાઠોડ તથા પ્રો. સુનીલ ચૌધરી વગેરેએ કામગીરી બજાવી હતી. સ્પર્ધાનું સુચારું સંકલન અને આયોજન પ્રા. આર. ડી. વરસાતે કર્યું હતું.



