NATIONAL

કેન્દ્ર સરકાર 37 હજાર કરોડ રૂપિયાનું ફંડ આપી રહી નથી, સ્ટાલિન સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી

લોકસભા ચૂંટણી પહેલા જ તમિલનાડુ અને કેન્દ્ર સરકાર વચ્ચે ફંડને લઈને ચાલી રહેલી ખેંચાતાણ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે. તમિલનાડુની એમકે સ્ટાલિન સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરતા કહ્યું છે કે કેન્દ્ર સરકાર 37 હજાર કરોડ રૂપિયાનું ફંડ આપી રહી નથી. જેની કુદરતી આફતથી થયેલા નુકસાન સામે નિપટવા માટે જરૂરિયાત છે. રાજ્ય સરકારે કોર્ટ પાસે માંગ કરી છે કે તે કેન્દ્ર સરકારને તામિલનાડુને 37000 કરોડ રૂપિયાની રાહત રકમ જારી કરવા આદેશ આપે. આ રકમનો ઉપયોગ તે નુકસાનની ભરપાઈ કરાશે, જે હાલમાં આવેલા પૂર અને ચક્રવાત મિચોંગને કારણે થયું હતું.

તમિલનાડુ સરકારે સુપ્રીમમાં કહ્યું કે, ‘રાહત ફંડમાં વિલંબ કરવા પાછળનું કોઈ કારણ કે નક્કર આધાર નથી. અન્ય રાજ્યોની સરખામણીએ ફંડ રિલીઝ કરવામાં વિલંબ કરવો યોગ્ય નથી. આ એક ભેદભાવનું ઉદાહરણ છે. આ એ લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે જેમને આપત્તિ દરમિયાન ભોગ બનવું પડ્યું હતું. એ લોકોને જે નુકસાન થયું તેની ભરપાઈ થઈ શકે તેમ નથી, પરંતુ હવે તો રાહત પણ મળી રહી નથી. તમિલનાડુ સાથે કેન્દ્રનું આવું ઓરમાયું વર્તન રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન નીતિનું પણ ઉલ્લંઘન કરે છે. એનાથી ટેક્સ ડિસ્ટ્રિબ્યુશનમાં ફેડરલ સ્ટ્રક્ચરના નિયમોનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે.

સ્ટાલિન સરકારે કહ્યું કે રાજ્ય તરફથી અનેક અપીલો છતાં કેન્દ્રએ હજુ સુધી ફંડ રીલિઝ કર્યું નથી. ચક્રવાત મિચોંગને કારણે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને રૂ. 19,692 કરોડની માંગણી કરવામાં આવી હતી. આ સિવાય અતિવૃષ્ટિને કારણે ભારે નુકસાન થયું છે અને તે સંકટનો સામનો કરવા માટે 18,214 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. સ્ટાલિન સરકારે કહ્યું કે કેન્દ્રનું આ વલણ રાજ્યના લોકોના મૂળભૂત અધિકારોનું હનન છે. એનાથી રાજ્યના વિકાસમાં અવરોધ પેદા થશે. આ સાથે લોકોને માનસિક ત્રાસ પણ થાય છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button