AMRELIJAFRABAD

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે માતાજીના મેઇન મઢ ખાતે નવમો પાટોત્સવ યોજવામાં આવ્યો

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે સમસ્ત ચંદ્રવંચી સાખટ પરિવાર અને સમસ્ત ગ્રામજનો દ્વારા માતાજીના મેઇન મઢ ખાતે નવમો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો..

જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ૧૫૨ ગામ ના મેન મઢ ખાતે ભવયાતી ભવ્ય નવમા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું.

આ આયોજનમાં બોહોળી સંખ્યામાં સાંખટ પરિવાર અને ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથો સાથ ગામના ગ્રુપ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ,મહા સંગરામ,વડલીયા વાળા ભૂતડાદાદા ગ્રુપ,એકદંત વગેરે ગ્રુપ ઉપસ્થિત રહ્યા હતાં..

આ પાટોત્સવમાં રાત્રી દરમિયાન ભવ્ય સંતવાણી લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું

આ સંતવાણી લોક ડાયરામાં લોકગાયક ગગન જેઠવા, લોકગાયક કાજલબેન ચૌહાણ, નથુદાન ગઢવી,લોક સાહિત્ય કલાકાર અને મીતાબેન ચૌહાણ સહિતના કલાકારો દ્વારા ડાયરામાં રમઝટ બોલાવી હતી

આ ડાયરામાં પૈસાનો વરસાદ થયો હતો ભવ્ય સંતવાણી લોક ડાયરા માં હાજરી આપતા સરપંચ,ઉપસરપંચ, સભ્ય શ્રી ઓ તાલુકા પંચાયત ના સભ્ય શ્રી ઓ રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યા માં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું…..

રીપોર્ટ..ભૂપત સાંખટ

જાફરાબાદ

અમરેલી

[wptube id="1252022"]
Back to top button