
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગૌતમનગર ઝૂપડપટ્ટીમાં વહેલી સવારે શૌચાલય માટે જતી યુવતીને પાડોશીએ પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. નરાધમ પાડોશીએ યુવતીને પકડી તેના મિત્રના રૂમમાં ખેંચીને લઈ ગયો હતો. જ્યાં યુવતીની મરજી વિરૂદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
બનાવની જાણ કોઈને કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ગતરોજ યુવતીએ આ મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કતારગામ બડા ગણેશ મંદિર પાસે ગૌતમનગર ઝૂપડપટ્ટીમાં રહેતો આરોપી શ્રીમંત કામેશ્વર બિસ્વાલ(ઉ.વ.આ.29)એ ગત 29 જુલાઈથી 5 ઓગસ્ટ સુધીમાં રોજ સવારે છ વાગ્યે શૌચાલય કરવા માટે જતી 19 વર્ષીય યુવતીને તેના રૂમમાં ખેંચી જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ અંગે કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. યુવતી તેના ચુંગાલમાંથી બહાર નીકળવાની કોશિષ કરતી ત્યારે તે નીકળવા દેતો નહોતો. રૂમમાં ગોંધી રાખતો હતો. પોલીસે યુવતીની ફરિયાદ લઈ શ્રીમંત બિસ્વાલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.










