SURATSURAT CITY / TALUKO

ભાડુંત ગામની સ્નેહા પટેલ ને વૂમન એક્સલેન્ટ એવોર્ડ એનાયત.

સુરત ખાતે વુમન એક્સલેન્ટ એવોર્ડ નું આયોજન કરવામાં આવ્યું હતું .સુરત સંસ્કાર ભારતી સ્કૂલમાં આ એવોર્ડ નું આયોજન કરવામાં આવ્યું હતું. એવોર્ડના મુખ્ય ગેસ્ટ તરીકે પ્રસાંત બારોટ ટીવી કલાકાર જેમણે 150 જેટલા ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. એમના હસ્તે એવોર્ડ પણ કરવામાં આવ્યો. સાથે સુરતના કોમેડિયન જેમણે બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. એવા દેવાંગ બારોટ જે દેવલો નામથી પ્રખ્યાત છે. એવા ચિફ ગેસ્ટ ના હસ્તે સ્નેહા પટેલને એવોર્ડ આપવામાં આવ્યો. સ્નેહા પટેલ જેમણે રક્ષાબંધન નિમિત્તે પોતાના હાથે ગુંથેલી રાખડી અને સ્પોટમાં સાયકલિંગ માં સિદ્ધિ મેળવી હતી. જેના બદલ સુરત ખાતે એમની બેસ્ટ સ્પોટ સાયકલ તરીકે પસંદગી પામી છે.

કહેવાય છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે એ જ રીતે ભાંડુત ગામનું નામ રોશન કરનાર અને કોબા પ્રાથમિક શાળાના આચાર્ય ડોક્ટર ધર્મેશ પટેલ ની દીકરી સ્નેહા પટેલ અનેક સિદ્ધિઓ મેળવી અને આજે સુરત ખાતે એમને વુમન એક્સટર્નલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે .હાલ તેઓ ગાંધીનગર ખાતે અભ્યાસ કરી રહી છે .સ્ટાન્ડર્ડ 12 ની એક્ઝામ પૂર્ણ કરી અને જે આઠ વર્ષથી પોતાના ઘરથી દૂર રહી અને હોસ્ટેલ નું જીવન જીવી પોતાની લાઈફ આગળ વધારવા માટે તેમણે અનેક પ્રયત્નો કર્યા છે. સાથે અનેકવિધ પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઇ આજનો આ એવોર્ડ એમને આપવામાં આવ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button