વિશ્વ રંગ મંચ સેવા ફાઉડેશન તથા નટ મંડળ ના સયુંકત ઉપક્રમે વિસરાતા લગ્ન ગીતો નો કાર્યક્રમ યોજાઈ ગયો.

વિશ્વ રંગ મંચ સેવા ફાઉદેશન તથા નટ મંડળ ના સયુંકત ઉપક્રમે એચ.કે કોલેજ ના ઓડિટો રિયમ માં વિસરાતા લગ્ન ગીતો નો કાર્યક્રમ યોજાઇ ગયો.
” બાજવા મારા રે” વિસરાતી વિરાસત ની અદભૂત ઝાંખી કરાવતા અસ્સલ ગણા, ફટાણાં અને લગ્ન ગીતો ને એના મૂળ લય,ઢાળ સાથે ડો.બલભદ્રસિંહ રાઠોડ નું લેખન,સંકલન,સંગીત અનેગીત દ્વારા તથા તેમની ટીમ કાર્યક્રમ રજૂ કરવા માં આવ્યો હતો.
આ કાર્યક્રમ માં શ્રી. મગનભાઈ પટેલ ( ઉદ્યોગપતિ),શ્રી. અંકુર ભાઈ ભાલોડિયા (ઉદ્યોગપતિ) તથા વિશ્વ રંગ મંચ સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ શ્રી. જનક દવે, ચારું બહેન પટેલ,શ્રી સુભાષ બ્રહ્મભટ્ટ, રાજેન્દ્ર વ્યાસ , રમેશ કરોલકર,સુભાષ ભટ્ટ અને આશિષ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા..બિપીન મોદી ગ્રંથપાલ એમ.જે. લાઈબ્રેરી,કલાકારો માં જીતેન્દ્ર ઠક્કર. જય કૃષ્ણ રાઠોડ, અફઝલ સુબેદાર,કુમુદ ભાઈ રાવલ, આરતી શાસ્ત્રી,મનીષા નારકર, ઉમા પટેલ, ઉષા ભાટિયા,મીનળ સોલંકી, શીલાબેન દાણી તથા અન્ય કલાકારો ઉપસ્થિત રહી કાર્યક્રમ માણ્યો હતો.
કાર્યક્રમ ની શરૂઆત પ્રવીણ જોશી એ પ્રાથના થી કરી હતી.મગન ભાઈ પટેલે આશિષ વચન આપ્યા જયારે સુભાષ બ્રહ્મભટ્ટ એ વર્ષ દરમિયાન થનારા કાર્યક્રમો અને કલાકારો ના ઉત્કર્ષ ની વાતો દ્વારા ચિતાર આપવા મા આવ્યો.હતો.
આજથી પચાસ_સાઈઠ વર્ષ પહેલા લગ્નનો માહોલ કેવો હતો તેનો તાદૃશ્ય ચિતાર રજૂ કર્યો હતો.
કાર્યક્રમ નું સંચાલન રમેશ કરોલકરે કર્યું હતું જ્યારે આભર વિધિ. રાજેન્દ્ર વ્યાસે કરી હતી.
સૌથી વિશેષ આકર્ષણ બહેનો માટે નું હતું તે સમી.લાખ ની ચૂડિયો મણિયાર દ્વારા બનાવી ને બહેનોને આપવા માં આવી હતી.
સૌ જાનૈયા બની, સાજન મહાજન બની ઠાઠ માઠ થી કલાકારો અને મહેમાનો કાર્યક્રમ માં પધારી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
ખાસ તો ઠંડી ની મોસમ માં કાઠિયાવાડી ખાણું ખાઈને ગણા ગાતાં ગાતાં આ અવસરને બહોળી સંખ્યામાં કલાકારોએ માણ્યો હતો.