SURATSURAT CITY / TALUKO

5 વર્ષની બાળાને બિસ્કીટની લાલચ આપી દુષ્કર્મનો કર્યો પ્રયાસ

સુરતના વડોદ ગામ વિસ્તારમાં ઘરના આંગણામાં રમી રહેલી 5 વર્ષની બાળાને બિસ્કીટ આપવાની લાલચ આપી નરાધમે ઝાડીઝાંખરામાં લઇ જઇ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જો કે ઝાડીમાં ટોયલેટ માટે આવેલા યુવાને માસુમનો રડવાનો અવાજ સાંભળી દોડી જતા માસુમને નરાધમની ચુંગાલમાંથી ઉગારી લીધી હતી.
વડોદ ગામ વિસ્તારમાં પરપ્રાંતિય મહિલા તેના પતિ અને 5 વર્ષની પુત્રી સાથે રહે છે. ગત રોજ પતિ રાબેતા મુજબ પાંડેસરા જીઆઇડીસીની મિલમાં નોકરીએ જવા નીકળી ગયો હતો. સવારે 8 વાગ્યાના અરસામાં પુત્રી રહેણાંક રૂમની નીચેના ભાગે રમવા ગઇ હતી. પરંતુ તે અરસામાં એક અજાણ્યો યુવાન પુત્રીને ખોળામાં ઉંચકીને લઇને આવ્યો હતો. પુત્રી ડરી ગયેલી હાલતમાં રડી રહી હતી. જેથી મહિલાએ પુત્રી કેમ રડે છે તેવું પુછતા યુવાને કહ્યું હતું કે નજીકની ઝાડીમાં ટોયલેટ કરવા ગયો હતો ત્યારે બાળકીનો રડવાનો આવજ સંભળાયો હતો. જેથી ઝાડીઝાંખરીમાં જઇ તપાસ કરતા માસૂમ નગ્ન હાલતમાં હતી અને એક યુવાન પોતાનું પેન્ટ ઘુંટણ સુધી ઉતારી માસુમ સાથે જધન્ય કૃત્ય આચરવાની તૈયારીમાં હતો.
યુવાને નરાધમને લાત મારી નીચે પાડી દીધો હતો અને માસુમે કપડા પહેરાવી તેને ઉંચકી લીધી હતી અને બુમાબુમ કરી હતી. જેથી ત્યાંથી પસાર થતા ત્રણેક જણા ધસી આવ્યા હતા અને માસુમ સાથે જધન્ય કૃત્ય આચરનારને પકડી લીધો હતો. જયારે પોતાના ભાઇને કોલ કરીને બોલાવી બાળકીને તમારી પાસે લઇ આવ્યો છું અને યુવાનને પણ લઇ આવ્યા છે. મહિલાએ પુત્રીની પૃચ્છા કરતા માસુમે જણાવ્યું હતું કે ઘર નીચે રમી રહી હતી ત્યારે અંકલે બિસ્કીટ આપવાનું કહી જંગલમાં લઇ જઇ મારા કપડા કાઢી નાંખ્યા હતા. ઘટના અંગે જાણ થતા પોલીસ ઘસી આવી હતી અને નરાધમ રંજન વિજય યાદવ (રહે. તનુ ગેસ પાસે, પાંડેસરા) વિરૂધ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

[wptube id="1252022"]
Back to top button