
તા.૧૭/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગામમાં સઘન સ્વચ્છતા બાદ દીવાલો પર રંગીન ચિત્રોથી લોકોમાં સ્વચ્છતાનો ગુણ કેળવવા અભિયાન
Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા “સ્વચ્છતા એ જ સેવા” અભિયાન અંતર્ગત મહાનગરોથી લઈને ગામડામાં સઘન સ્વચ્છતા કામગીરી શરૂ થઇ છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લાના પારડી ગામમાં સઘન સ્વચ્છતા બાદ લોકોમાં સ્વચ્છતાની કાયમી આદત કેળવવા ભીંતચિત્રોથી સંદેશો અપાઈ રહ્યો છે.

રાજકોટ જિલ્લાના પારડી ગામમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામની શાળા, પંચાયત સંકુલ, જાહેર માર્ગો, ઘર-ઈમારતોથી લઈને ચોમેર સઘન સફાઈ કરાઈ હતી. આ અંતર્ગત ગામમાં જૂના ઉકરડા તથા ગાર્બેજ પોઈન્ટ પર દૂર કરાયા હતા. એ પછી ગામની ખાલી દિવાલો પર રંગીન ભીંત ચિત્રો બનાવાઈ રહ્યા છે. આમ સફાઈ પછી સ્વચ્છ ગામ સાથે સુંદર ગામ બની રહ્યું છે. ઉપરાંત સ્વચ્છ ભારત અને ક્લીન ગ્રીન ભારત સહિતના ભીંત ચિત્રોથી લોકોને સંદેશો અપાઈ રહ્યો છે.








