ARAVALLIBHILODA

અરવલ્લી : અમદાવાદ ઘોડાસરના બુટલેગર ધવલસિંહ સીસોદીયાની કાર માંથી 56 બોટલ વિદેશી દારૂની જપ્ત કરતી શામળાજી પોલીસ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : અમદાવાદ ઘોડાસરના બુટલેગર ધવલસિંહ સીસોદીયાની કાર માંથી 56 બોટલ વિદેશી દારૂની જપ્ત કરતી શામળાજી પોલીસ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂ બે થી ત્રણ ગણા ભાવે વેચાણ થતા બિલાડીના ટોપની માફક બુટલેગરો ફાટી નીકળ્યા છે અરવલ્લી જીલ્લાની રતનપુર ચેકપોસ્ટ પરથી બુટલેગરો નાના -મોટા વાહનો મારફતે વિદેશી દારૂની ખેપ મારતા અનેક વાર જેલની હવા ખાઈ ચુક્યા છે શામળાજી પોલીસે અણસોલ ગામની સીમમાંથી 32 હજારથી વધુના દારૂ સાથે અમદાવાદના ઘોડાસરમાં રહેતા બુટલેગરને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શામળાજી પીએસઆઇ વી.વી. પટેલ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા સેવરોલેટ કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા સતર્ક બની બાતમી આધારિત કારને અટકાવી તલાસી લેતા કારમાં વચ્ચેની શીટ નીચે બનાવેલ ગુપ્ત ખાનામાં સંતાડી રાખેલી વિદેશી દારૂની બોટલ નંગ-56 કીં.રૂ.32840/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર ધવલસિંહ નરેન્દ્રસિંહ સીસોદીયા (રહે,નિગમ સોસાયટી-ઘોડાસર, અમદાવાદ) ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂ અને કાર, મોબાઈલ મળી રૂ.3.34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં દારૂ ભરી આપનાર ઉદેપુર અને નાથદ્વારાના ઠેકાવાળા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

[wptube id="1252022"]
Back to top button