હાલોલ:ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં રામેશરા ગામની શ્રી પન્નાલાલ માણેકલાલ પરીખ સાર્વજનિક હાઈસ્કુલે બાજી મારી

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૨.૧.૨૦૨૪
શ્રી રામેશરા ગ્રુપ કેળવણી મંડળ સંચાલિત શ્રી પન્નાલાલ માણેકલાલ પરીખ સાર્વજનિક હાઈસ્કૂલ, રામેશરા.તા. હાલોલ માંથી તાજેતરમાં યોજાયેલ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓ પરમાર હિમેશ કુમાર શૈલેષભાઈ તથા પરમાર સ્મિતકુમાર અશ્વિનભાઈ તથા તેમના માર્ગદર્શક શિક્ષક ઇન્દ્રવદન એસ વરીઆએ વિભાગ-4 – પ્રત્યાયન અને વાહન વ્યવહારમાં અકસ્માત સમયે સાવચેતી QR CODE ની મદદથી વિષય ઉપર પ્રોજેક્ટ રજૂ કર્યો હતો.જે પંચમહાલ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થતા તથા ત્યારબાદ ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ,હાલોલ મુકામે સાત જિલ્લાઓના ઝોનકક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં પણ વિભાગ ૪ માં પ્રથમ ક્રમાંક આવતા અત્રેની શાળા તાજેતરમાં યોજાયેલ રાજ્ય કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન માં તારીખ- ૬-૦૧-૨૦૨૪ થી તારીખ ૯-૦૧-૨૦૨૪ સુધી શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ,ચાપરડા,જિલ્લો જુનાગઢ મુકામે રાજ્ય કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરેલ છે.અને રાજ્ય કક્ષાએ શાળાનું નામ રોશન કરેલ છે.જે માટે સમગ્ર શાળા પરિવાર, શાળાના આચાર્યા વિમલબેન જોશી તથા રામેશરા ગ્રુપ કેળવણી મંડળના પ્રમુખ તથા માનદ્ મંત્રી તથા કેળવણી મંડળ ના સમગ્ર સદસ્યઓ દ્વારા આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ તથા શાળાનું નામ રાજ્ય કક્ષાએ રોશન કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ તથા અભિનંદન પાઠવ્યા હતા.










