GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

બેઢીયા પાસેની એક પ્રાથમિક શાળામા સીસીટીવી કેમેરા કાઢી નાખવા ની તજવીજ કેટલાક શિક્ષકો પણ સામેલ!

તારીખ ૦૪/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના બેઢીયા પાસે રા. કા ની મુવાડી ગામે આવેલ પ્રાથમિક શાળામા છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો દ્વારા શાળામા નુકશાન કરાતુ હોય ગ્રામજનોની રજૂઆતને પગલે શાળાના કેમ્પસ અને દરેક વર્ગ મા સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હતા જેને કારણે ગામમા થતુ નુકશાન અટક્યુ હતુ ત્યારબાદ આ શાળામા કેટલાક શિક્ષકો નિયમિત આવતા ન હોય, તેમજ બાળકને ભણાવતા ન હોવાની વાલીઓ દ્વારા ફરીયાદો ઉઠી હતી અને આ બાબતે શાળાના બે શિક્ષકો હસુમતી પટેલ અને ગૌરાંગ જોશી દ્વારા શાળાએ લગાવેલ કેમેરા બાબતે જીલ્લા કક્ષાએ રજૂઆતો કરી કેમેરા હટાવવા આચાર્ય સાથે ઝગડો કરેલ જેમા કેટલાક ગ્રામજનો સાથે પણ તકરાર કરી હતી. સમગ્ર બાબતે ગામના જાગૃત નાગરીકો અને એસ એમ સી અઘ્યક્ષ, સભ્યો તેમજ વાલીઓ ની સહીઓ કરાવી એક લેખીત રજુઆત જીલ્લા વિકાસ અધિકારી ને તથા જુદા જુદા સરકારી વિભાગ મા નકલો મોકલી રજૂઆત કરી છે શાળા સમિતી ના સભ્યો તેમજ ગ્રામજનો જણાવે છે કે શિક્ષકો ભણાવતા નથી અને ફોન ઉપર વાતો કરે છે. ભેગા મળીને એક રૂમ મા ગપ્પા મારે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાતી નથી સીઆરસી અને બીઆરસી ની તપાસ દરમ્યાન પણ આ શાળાની નબળી કામગીરી બહાર આવી છે. કેટલાક બાળકોને અલગ બેસાડવામાં આવે છે.કેમેરા કેટલાક શિક્ષકો ને ગમતા નથી અને કેટલાક તત્વો કેમેરાને નુકશાન કરી રહ્યા છે. જીલ્લા ની ટીમને પણ ગ્રામજનોએ રજૂઆત કરી છે પણ કોઈ તપાસ કરી નથી. જેથી સીસીટીવી કેમેરા યથાવત રાખવા માટે અને શિક્ષકો નિયમિત રીતે યોગ્ય રીતે બાળકોને ભણાવે તે માટે રજૂઆત કરી છે અને આ બાબતે યોગ્ય તપાસ નહી થાય તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button