
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસામાં ગાયનો મહિલા પર વિચિત્ર હુમલો કર્યો, મોડાસા નગરપાલિકા દ્વારા ઢોર નિયંત્રણ પર કાયદો ક્યારે લાવશે
ભુરાંટી બનેલી ગાયે મહિલાને જમીન પર પટકી હુમલો કરતા મહિલા સાથે રહેલ યુવાન અન્ય લોકોએ મહિલાને માંડ માંડ બચાવ્યો* અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં રખડતા પશુના આતંકનો અનેક લોકો ભોગ બની ચૂક્યા છે રોડ પર રખડતી ગાયના હુમલાને પગલે કેટલાક લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે ત્યારે મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ સહયોગ ચોકડી નજીક ગાયોના ટોળામાંથી એક ભુરાંટી બનેલ ગાયે રોડ પરથી પસાર થતાં બુલેટ ચાલકનો પીછો કરી મહિલા પર હુમલો કરી જમીન પર પટકી દઈ ઢીંકે ચઢવાતા બુલેટ ચાલક યુવાન સહિત લોકો લાકડીઓ લઇ દોડી પહોંચી માંડ માંડ મહિલાને ગાયની ચૂંગાલમાંથી છોડાવી હતી આ સમગ્ર ઘટનાનો રૂવાંડા ઉભા કરી દેતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો મોડાસા શહેરના માર્ગો ગોકુળિયું નગરમાં પરિવર્તિત થયા હોય તેમ ઠેર ઠેર ગાયોના ધણ રોડ પર ટોળા વળી રખડતા અને બેસી રહેલા જોવા મળી રહ્યા છે મંગળવારે સવારે મોડાસા સહયોગ બાયપાસ ચોકડી સર્કલ પર અડિંગો જમાવતા ગાયોના ટોળામાંથી એક ગાય ભૂરાંટી બની રોડ પરથી પસાર થતા બુલેટ પાછળ પડતાં બુલેટ ચાલક ગાયથી બચવા નજીકના પેટ્રોલપંપ બાજુ દોડાવતા ગાયે પીછો કરતા બુલેટ ચાલક ગભરાઇ બુલેટ ઉભી રાખતા મહિલા નીચે ઉતરી બચવા જતા મહિલાને દોડાવી જમીન પર પટકી દઈ હુમલો કરતા મહિલાના બચાવના પ્રયત્નો દરમિયાન બુલેટ ચાલક અને નજીકમાં ઉભેલ મહિલા બચાવવા દોડ્યા હતા જોકે ગાયે મહિલાને ન છોડતા પેટ્રોલ કર્મી યુવક દંડો લઈને દોડી જઈ દંડાના પ્રહાર કરી મહિલાને મોતના મુખમાંથી બચાવી લીધી હતી મોતને સાક્ષાત સામે જોઈ મહિલાના હોશકોશ ઉડી ગયા હતા મહિલાના માથે ગંભીર ઈજાઓ પહોચતાં સારવાર અર્થે દવાખાને ખસેડી હતી મહિલા પર ગાયના જીવલેણ હુમલાનો વીડિયો જોઈ મોડાસા નગર પાલિકાના સત્તાધીશો જાગશે ખરા..???
મોડાસા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસએ કોઈપણ નાગરિક માટે નવી બાબત નથી. શહેરનો કોઈપણ વિસ્તાર એવો નહીં હોય કે, જ્યાં રખડતા ઢોરનો ત્રાસ નહીં હોય. આ ત્રાસ સામે મોડાસા નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ આંખ આડા કાન કરતા આવ્યા છે જાણે કોઇ અન્નિછાનીય ઘટનાની રાહ જોઈ રહ્યા તો નથી ને..!! શહેરીજનોમાં એક જ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે રખડતા ઢોરના ત્રાસમાંથી શહેર મુક્ત ક્યારે થશે..?? નગરપાલિકા તંત્ર રખડતા પશુઓને રાખવા માટે સગવડ ન હોવાનું બહાનું આગળ ધરી જવાબદારી માંથી છટકી રહી હોય તેવું પ્રજાજનો અહેસાસ અનુભવી રહ્યા છે