ગોધરા તાલુકાની શ્રીમતી મણીબેન અમૃતલાલ સરકારી આર્યુવેદ હોસ્પિટલ ની સ્થાપના 1974 માં થઈ હતી. 2024 માં 50 વર્ષ નિમિત્તે ગોલ્ડન જયુબીલી મહોત્સવની ઉજવણી કરી હતી
ગોધરા
તા 11/03/2024
નિલેશકુમાર દરજી શહેરા 
ગોધરા થી વડોદરા જતા સાત કિલોમીટર દૂર પોપટપુરા ગામે આવેલ શ્રીમતી મણીબેન અમૃતલાલ સરકારી આર્યુવેદ હોસ્પિટલ ની સ્થાપના 1974 માં થઈ હતી. 2024 માં 50 વર્ષ નિમિત્તે ગોલ્ડન જયુબીલી મહોત્સવની ઉજવણી અત્રેના કર્મચારીઓ દ્વારા ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમ, અભિવાદન સમારોહ સાથે રંગેચંગે ઉજવણી કરી હતી. સ્થાપના વર્ષ 1974 દરમિયાન આ હોસ્પિટલમાં જરૂરી સુવિધાઓનો અભાવ હતો. જમીનના દાતા મણીબેન અમૃતલાલ જેમને જિલ્લાના ગરીબ આદિવાસી પ્રજા આ હોસ્પિટલનો લાભ લે એ હેતુથી જમીન વિનામૂલ્યે ફાળવી હતી તેના પરિણામ સ્વરૂપ આજે 50 માં વર્ષે આ હોસ્પિટલ અધ્યતન સુવિધાઓથી ઉપલબ્ધ છે રોજના 125 થી 150 જેટલા દર્દીઓ પંચમહાલ ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી આવી સારવાર મેળવી રહ્યા છે. કુદરતી વાતાવરણમાં હોમિયોપેથીક, આર્યુવેદિક સારવાર દર્દીઓને સારા કરવાની ભાવના સાથે કર્મચારીઓમાં કરી રહ્યા છે. આ હોસ્પિટલમાં મણીબેન હર્બલ ગાર્ડનમાં આર્યુવેદિક વનસ્પતિનો ઉછેર થાય છે અને તેમાંથી આયુર્વેદિક દવાઓ બની રહી છે. પંચકર્મ વિધિ, સ્ત્રી પુરુષના અલગ અલગ વોર્ડ જેમાં જમવા રહેવાની સુવિધાથી સજ્જ છે. ગોલ્ડન જયુબીલી મહોત્સવ દરમિયાન અત્રેના કર્મચારીઓ દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની કથા નું આયોજન, સાંસ્કૃતિક કાર્યક્રમ, આ દવાખાનામાં ફરજ બજાવતા તથા નિવૃત થયેલ કર્મચારીઓ દાતાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સરકારી આર્યુવેદિક હોસ્પિટલ ના વડા ડોક્ટર નિકુંજ મેવાડા, ડોક્ટર જયદીપ બાંભણિયા, ડોક્ટર સુનિતા ઠક્કર બુધવાની એ પ્રાસંગિક પ્રવચનોમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં મળતી સુવિધાઓનો લાભ લેવા પ્રજાજનોને અપીલ કરી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબ ગોધરાના પ્રમુખ ડોક્ટર ભાવેશ બુધવાની, ગોધરા નગર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કેતકી સોની, દાતાઓ પ્રદીપભાઈ સાંખલા, વિનોદભાઈ પટેલ, શંકરલાલ ઠાકોર દાસ, શ્રી સેવા ઓર્ગેનાઇઝેશનના પ્રદીપ સોની તથા જિલ્લાની વિવિધ હોસ્પિટલના કર્મચારીઓ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.









