
તા.૨૨/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિશ્વ ઉદ્યમિતા દિવસ ની જિલ્લાની વિવિધ કોલેજમાં આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિશ્વ ઉદ્યમિતા દિવસ નિમિત્તે સ્વદેશી જાગરણ મંચ ના સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મા આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યું હતું


રાજકોટ જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લાની વિવિધ કોલેજોમાં વિશ્વ ઉદ્યમિતા દિવસ નિમિત્તે સ્વદેશી જાગરણ મંચ ના સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મા આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યું જેમાં યુવાનોને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રેરણા તેમજ સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા


આ કાર્યક્રમના અધ્યક્ષ ડો કિશોરસિંહ ચાવડા, કુલપતિ શ્રી , વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી – સુરત , મુખ્ય અતિથિ ડો. રમેશદાન ગઢવી, રજીસ્ટાર શ્રી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત તેમજ કાર્યક્રમના મુખ્ય વક્તા માનનીય કશ્મીરી લાલજી , રાષ્ટ્રીય સંગઠક, સ્વદેશી જાગરણ મંચ – નવી દિલ્હી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ માં સ્વાવલંબી ભારત અભિયાનમાં જોડાવા. તેમજ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં નોકરી માગનાર નહીં પરંતુ નોકરી આપનાર બને. તે માટે સરકારની વિવિધ યોજનાઓની પણ માહિતી આપવામાં આવી હતી, આ ક્રાયક્રમ જેતપુરની શ્રી જી કે & સી કે બોસમિયા કોલેજ અને ધોરાજી મ્યુનિસિપલ કોલેજ તેમજ જિલ્લા ની વિવિધ કોલેજમાં વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ જીવન પ્રસારણ નિહાળ્યું.








