DANG

Dang: સાપુતારા ખાતે પે એન્ડ યુઝ શૌચાલયના ચાર્જમાં લૂંટફાટ સામે ચીફ ઓફિસર ડો.ચિંતન વૈષ્ણવની કડક ચેતવણી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નાતાલ પર્વ સહિત ત્રણ દિવસની રજાઓ દરમિયાન ગુજરાત ભરનાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ગિરિમથક સાપુતારા ખાતે ઉમટી પડ્યા હતા.ત્યારે ઘણી જગ્યાએ પે એન્ડ યુઝ ટોઇલેટનાં નક્કી કરેલા દર કરતા વધારે ચાર્જ વસૂલવામાં આવતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.જેને ધ્યાને લઇને ચીફ ઓફિસર ડૉ ચિંતન વૈષ્ણવ સ્થળ પર પહોંચ્યા હતા અને કોન્ટ્રાકટર ને સાથે રાખી કડક ઠપકો અને આખરી ચેતવણી આપવામાં આવી હતી.ગત શનિવાર,રવિવાર અને નાતાલ પર્વની રજા  હોવાથી ગુજરાત ભરના પ્રવાસીઓ ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોએ ઉમટી પાડયા હતા.જેમાં ખાસ કરીને સાપુતારા ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી.ત્રણ દિવસની રજાથી ગુજરાતના પ્રવાસીઓ અને અન્ય પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા પે એન્ડ યુઝ ટોઇલેટના નક્કી કરેલા દર કરતા વધારે ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.જે બાદ તેની ફરિયાદ ઊઠવા પામી હતી.જેની જાણ ચીફ ઓફિસર અને નાયબ કલેકટરને થતા તેઓ અલગ અલગ શૌચાલયો પર તાત્કાલિક રૂબરૂ ગયા હતા.અને કોન્ટ્રાકટર ને સાથે રાખી કડક ઠપકો અને આખરી ચેતવણી આપવામાં આવી હતી.વધુમાં તેઓએ તેમજ ઉપસ્થિત પ્રવાસીઓ પાસેથી જે રકમ વસૂલવામાં આવી હતી તે તેમને  પૂરેપૂરી પરત અપાવવામાં આવી હતી. ત્યારે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત ટુરિઝમ વિભાગ તથા નોટીફાઇડ એરિયા કચેરી અહીં સાપુતારા ફરવા માટે આવતા પ્રવાસીઓ માટે યોગ્ય સુવિધા પૂરી પાડી રહી હોય અને સાથ સહકાર આપી રહ્યા હોય તેવું પ્રતીત થતું જોવા મળ્યું હતુ..

[wptube id="1252022"]
Back to top button