
તા.૨૦ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટના સર્કીટ હાઉસ ખાતે ઉદ્યોગ, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્ર અને તમિલનાડુના ઉદ્યોગકારો સાથે ઓનલાઇન ઝૂમ મિટિંગ યોજાઈ હતી.


આ બેઠકમાં સૌરાષ્ટ્ર અને તમિલનાડુની પ્લાસ્ટિક, કેમિકલ, ટેક્સટાઇલ, એન્જિનિયિંગ ઇન્ડસ્ટ્રીઝને લગતી પોલિસીની ચર્ચા તથા નવા વિચારોની આપ-લે કરવામાં આવી હતી. આ તકે મંત્રીશ્રીએ તમિલનાડુના ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓના સૂચનોને આવકાર્યા હતા. આ બેઠકમાં ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા અને દર્શિતાબેન શાહ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એસ. જે. હૈદર, જી.આઈ.ડી.સી.ના રિજિયોનલ મેનેજરશ્રી દર્શનભાઈ ઠક્કર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી કે.વી.મોરી, રોજગાર અધિકારીશ્રી ચેતન દવે, અને સૌરાષ્ટ્રના વિવિધ ઉદ્યોગકારો સામેલ થયા હતા.









