MEHSANAVIJAPUR

વિજાપુર કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા બેરોજગારી દૂર કરવા અનોખી પહેલ

વિજાપુર કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા બેરોજગારી દૂર કરવા અનોખી પહેલ
ટૂંક સમય માં કમ્પનીઓ માં ભરતી ને લઈને કાર્યક્રમો યોજાશે ;- કોંગ્રેસ કાર્યાલય ઇન્ચાર્જ- ડી ડી રોઠોડ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડા દ્વારા હાલમાં વધી રહેલી બેરોજગારી નો પ્રશ્ન ના નિરાકરણ માટે કોંગ્રેસ કાર્યાલય પાસે કોંગ્રેસ ના કાર્યકર થકી બેરોજગાર યુવાનો ની નોંધણી શરૂ કરી ખાનગી કમ્પની માં મેનેજર ,જનરલ મેનેજર, કોમ્પ્યુટર ઓપરેટર, સ્વીપર , પટાવાળા સહીત ની જગ્યાઓ માટે તેમજ મિકેનિકલ નોન મિકેનિકલ તેમજ આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીઓ માટે કોલેજના સ્ટુડેન્ટ માટે ભણેલા અને ઓછું ભણેલા દરેક બેરોજગાર માટે ની ભરતી માટે ધારાસભ્ય દ્વારા કોંગ્રેસના કાર્યકરો ના સહકાર સાથે અનોખી પહેલ શરૂ કરતાં કાર્યાલય તેમજ વિધાનસભા વિસ્તારમાં અનેક જગ્યાએ કોંગ્રેસના કાર્યકર પ્રવીણ ઉર્ફે પિયુ રાવત ને મૂકીને બેરોજગાર ની નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવતા ઘણા બે રોજગાર લોકોએ નોંધણી કરાવવા ની શરૂઆત કરવામાં આવી છે જેમાં રોજના 25 થી 50 જેટલા બેરોજગાર નું ફોર્મ ભરી કંપની ને મોકલી આપી રોજગારી મળે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે આ અંગે કોંગ્રેસના કાર્યાલય ઇન્ચાર્જ ડી ડી રાઠોડે જણાવ્યું હતુકે હાલમાં કૂદકે ને ભૂસકે બેરોજગારી વધી રહી છે સરકાર દ્વારા ભરતી માં ઘણા પ્રશ્નો ઉભા થઈ રહયા છે તો ઘણી જગ્યાઓ માટે ભરતી શરૂ થાય છે ને મોકૂફ પણ રાખવામાં આવે છે ત્યારે ધારાસભ્ય ના સહકાર થી કોસમોસ કંપની દ્વારા એક ભરતી મેળાનું આયોજન કરી બેરોજગાર લોકોને રોજગારી મળે તે માટે એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેને ટુક સમયમાં તેનું આયોજન કરવામાં આવશે જેથી તાલુકાના બે રોજગાર યુવાનો ને સારી નોકરી મળી શકે તેવો હાલમાં પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો છે

[wptube id="1252022"]
Back to top button