GUJARATHALOLPANCHMAHAL

હાલોલ નગરમાં શ્રી પરશુરામ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઇ,નગરમાં નીકળી ભવ્ય શોભાયાત્રા 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૦.૫.૨૦૨૪

હાલોલ નગર ખાતે આજે શુક્રવારના રોજ અજર અમર ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ પર્વની ઉજવણી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ( માતૃ સંસ્થા ) હાલોલ તેમજ શ્રી સમસ્ત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા પરશુરામ ઉત્સવ સમિતિ દ્વારા બે અલગ અલગ વિસ્તારમાં થી ભગવાન શ્રી પરશુરામ ની શોભાયાત્રા નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો પીતામ્બર પહેરી જોડાયા હતા. ભગવાન પરશુરામ ની વાગતે ગાજતે ભક્તિમય વાતાવરણમાં નગરમાં મુખ્ય માર્ગો નીકળતા રાજમાર્ગો પર ઉમટી પડેલ ભક્તો દર્શન કરી ધન્ય બન્યા હતા.હાલોલ નગર ખાતે આજે શુક્રવાર ના રોજ અજર અમર ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ ને લઇ ભવ્ય શોભાયાત્રા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ અને શ્રી પરશુરામ ઉત્સવ સમિતિ દ્વારા નગરના માધ્યમ તળાવ કિનારા પર આવેલ શ્રી શારનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી સાંજે 5.00 કલાકે શ્રી પરશુરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી.જેમાં નગરના બ્રહ્મ સમાજ સહિત અન્ય રાજકીય તેમજ સામાજિક મહાનુભાવો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા.જે શોભાયાત્રા નગરના પાવાગઢ રોડ બોમ્બે હાઉસ થી બજારમાં થઈ નગર ના રાજમાર્ગો પર ફરી હતી.જેમાં ભગવાન શ્રી પરશુરામના જયકારા સાથે ભક્તજનો ભગવાનના સ્તુતિગાન કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.જ્યારે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ માતૃસંસ્થા હાલોલ દ્વારા નગરના કંજરી રોડ પર આવેલ ગણપતિ મંદિર ખાતેથી પણ એક ભવ્ય શોભાયાત્રા શ્રી પરશુરામ ભગવાનની યોજાઇ હતી.જે શોભાયાત્રા સાંજે 5.30 કલાકે ગણપતિ મંદિર ખાતેથી નીકળી રામેશ્વર મહાદેવ મંદિર સુધી ધાર્મિક વાતાવરણમાં શ્રી પરશુરામ ભગવાનના ગુણગાન અને સ્તુતિગાન કરતા પહોંચી હતી.ત્યારબાદ રામેશ્વર મહાદેવ ખાતે અને ભગવાનની પૂજા અર્ચના કરી તેઓના ચરણોમાં શીશ ઝુકાવી બ્રહ્મ સમાજના લોકો સહિત શોભાયાત્રામાં જોડાયેલા તમામ લોકોએ આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી હતી.આજે અખાત્રીજના પાવન પર્વે હાલોલ નગર ખાતે અજર અમર ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ભારે રંગેચંગે ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.બંને સ્થળો ઉપર થી નીકળેલ શોભાયાત્રા માં વિવિધ ભગવાનના સ્વરૂપ દર્શાવતા વેશભૂષા ધારણ કરી ટ્રેક્ટર માં સવાર થયેલા બાળકો અને યુવાનો સહિત લોકો જોડાતા આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું. નીકળેલ બંને અલગ અલગ શોભાયાત્રામાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત રાજકીય અગ્રણીઓ અને બ્રહ્મ સમાજના અગ્રણીઓ સહિત નગર ના મહાઅનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button