
તા.૯/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Dhoraji: રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ, વ્યક્તિગત પ્રશ્નો અને સરકારી સેવાઓના લાભો લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે તેવા ઉમેદા હેતુને ધ્યાને લઈ, તાલુકા કક્ષાએ સરકાર દ્વારા “સેવા સેતુ કાર્યક્રમ” યોજાય છે. જેના નવમા તબક્કા અન્વયે તા. ૧૦ જાન્યુઆરી, ૨૦૨૪ ને બુધવાર ના રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના શહેરી વિસ્તાર માટે “સેવા સેતુ કાર્યક્રમ”નું અયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ ધોરાજીના વોર્ડ નં. ૦૬ થી ૦૯ ના નગરજનો સવારે ૯ થી સાંજના ૫ કલાક સુધી લઈ શકશે.

આ કાર્યક્રમમાં સરકારશ્રીના ૧૩ જેટલા વિભાગોની વિવિધ ૫૬ જેટલી યોજનાકીય સેવાઓ એક જ સ્થળે નગરજનોને વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવશે. અરજદારોને તેમની અરજી તથા સંબંધિત આધાર પુરાવા માટેની તમામ સુવિધા સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિવિધ સેવાઓનો લાભ લેવા માટે આધાર પુરાવા સાથે અરજદારે હાજર રહેવાનું રહેશે. અરજદારોની વ્યક્તિગત અરજીઓના યોગ્ય નિકાલ માટે ધોરાજી નગરપાલિકાની વિવિધ કચેરીનાં અધિકારીશ્રીઓ તેમના પ્રતિનિધિ સાથે હાજર રહેશે. જેનો લાભાર્થીઓએ લાભ લેવા વહીવટીતંત્ર વતી ધોરાજી નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી જયમલ વી. મોઢવાડીયાએ અનુરોધ કર્યો છે.








