
તા.૨૫/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Jasdan: રાજકોટ જિલ્લામાં ગામે-ગામે સરકારી યોજનાની જનજાગૃતિ હેતુ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ પરિભ્રમણ કરી રહ્યાં છે.

ત્યારે ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં જસદણ શહેર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જસદણ નગરપાલિકા દ્વારા ‘આપણો સંકલ્પ : વિકસિત ભારત’ની નેમ સાથે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. તેમજ કેબિનેટ મંત્રીશ્રીના હસ્તે ગંગાસ્વરૂપા સહાય યોજના, ઉજ્જવલા યોજના સહિતની યોજનાઓની સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે વહીવટદાર અને મામલતદારશ્રી, ચીફ ઓફિસરશ્રી, અધિકારીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, તેમ યાદીમાં જણાવાયું છે.








