GUJARATSAYLA

Sayla:ખારાઘોડા ગામના દિયર, ભાભી એ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

સુરેન્દ્રનગરના જિલ્લામાં અનેક બનાવો વધી રહ્યા છે. જ્યારે સાયલા તાલુકાના કંસાળા, સીતાગઢની સીમમાં આંતરિયાળ વિસ્તારમાં બે પ્રેમી પંખીડા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી હતી. જો કે આજુબાજુના રહીશો ને આ બનાવવાની જગ્યાએ જાણ થતા મૃતક લાશના સોશિયલ મિડિયામાં ફોટા, વિડિયો વાઇરલ થયા હતા. બંને પાસેથી તપાસ કરતા તેમની સાથે થેલા અને પાકીટમાંથી જરૂરી આધાર પુરાવા મળતા મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી. જેઓ જુનાગઢ, ચોટીલા, થી સીતાગઢની સીમમાં પહોંચ્યા હતા. જેમાં સીતાગઢ સીમમાં જીવન ટૂંકાવનાર સંગીતાબેન રાજુભાઈ ડોડવાડીયા,ઉ.વ.૪૦, તથા તેમના દિયર વિષ્ણુભાઈ કાળુભાઈ,ઉ.વ.૩૯, રહે, પાટડી તાલુકાના ખારાઘોડા ગામના હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એકાદ મહિના પહેલા ઘરેથી નીકળી ગયા હતા. પોલીસે મૃતક લાશ ને પીએમ અર્થે મોકલી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અહેવાલ, જેસીંગભાઇ સારોલા

[wptube id="1252022"]
Back to top button