MORBIMORBI CITY / TALUKO

મોરબીના ચકમપર ગામે ગૌચરની જમીન ઉપર થયેલ દબાણ ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું..

મોરબીના ચકમપર ગામે ગોચરની જમીન ઉપર થયેલ દબાણ ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું

મોરબીના ચકમપર ગામે ગૌચરના સર્વે નંબર ૬૮૩ પૈકી ૧ તથા ૫૭૧ પૈકી ૧ કુલ હે. આરે. ૮-૦૦-૦૦ માં દબાણકારોએ જગ્યામાં બાંધકામ અને ખેડવાણ લાયક કરેલ દબાણો દુર કરવા બાબતે ગુજરાત હાઈકોર્ટના SCA/18794/2021 ના નિર્ણય મુજબની તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી જાડેજાના માર્ગદર્શન હેઠળ આજે પોલીસ બંદોબસ્ત સાથે રાખી તાલુકા વિકાસ અધિકારી, ચીટનીશ વ તાલુકા વિકાસ અધિકારી (દબાણ)- જીલ્લા પંચાયત મોરબી, સમાજ કલ્યાણ અધિકારી જીલ્લા પંચાયત કચેરી મોરબી અને પંચાયતના લીગલ એડવાઈઝરની ટીમ દ્વારા ચકમ૫ર ગામે કુલ-૨૨ દબાણદારો દ્વારા કરેલ પાકા મકાનો, વંડા તેમજ ખેડવાણની જમીનની આશરે ૬-૦૦ કરોડ જેટલી કિમતના કરેલ દબાણો દુર કરવામાં આવ્યા હતા

[wptube id="1252022"]
Back to top button