GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા નજીક સ્કોર્પીયો કારે બાઇકને હડફેટે લેતા કાકા-ભત્રીજાનું કમકમાટીભર્યું મોત

ટંકારા નજીક સ્કોર્પીયો કારે બાઇકને હડફેટે લેતા કાકા-ભત્રીજાનું કમકમાટીભર્યું મોત

ટંકારાના બંગાવડી ગામ નજીક રવિવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક લઈને જતા કાકા અને ભત્રીજાને પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે અડફેટે લીધા હતા જે અકસ્માતમાં બાઈક સવાર કાકા અને ભત્રીજાને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યા હતા તો અકસ્માત સર્જી કાર ચાલક નાસી ગયો હતો જે બનાવ મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

જોડિયા તાલુકાના ભાદરા ગામના રહેવાસી સુરેશભાઈ નાગજીભાઈ પરમાર (ઉ.વ.૩૦) સ્કોર્પીઓ કાર જીજે ૩૬ એસી ૨૩૬૦ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તા. ૦૫-૧૧ ના રોજ ફરિયાદીના કુટુંબી ભાઈ પરષોતમભાઈ પરમાર અને ફરિયાદીના પિતા નાગજીભાઈ બંને બાઈક જીજે ૧૦ ડીએફ ૩૮૨૭ લઈને કુટુંબી સગા ટંકારા રહેતા હોય તેના ઘરે સગાઇ પ્રસંગમાં હાજરી આપવા ભાદરાથી ટંકારા જવા નીકળ્યા હતા જે બાઈક ફરિયાદીના પિતા નાગજીભાઈ ચલાવતા હતા અને બંગાવડી ગામ નજીક પહોંચતા સ્કોર્પીઓ કાર જીજે ૩૬ એસી ૨૩૬૦ ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો

જેમાં બાઈકને ઠોકર મારતા બાઈક સવાર ફરિયાદીના પિતા નાગજીભાઈ પરમાર અને કુટુંબી ભાઈ પરષોતમભાઈ પરમાર બંનેને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત બાદ કાર પલટી ખાઈ ગઈ હતી જેથી પોલીસે મૃતદેહ પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા તો અકસ્માત થયેલ કારમાંથી આર.સી. બૂક મળી આવતા ગાડીના માલિક તરીકે સિરાજ અમીરઅલી પોપટિયા રહે મોરબી વાળા હોવાનું જાણવા મળ્યું હતું અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે ટંકારા પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

[wptube id="1252022"]
Back to top button