BANASKANTHAPALANPUR

સાયન્સ કોમર્સ કોલેજ પાલનપુરમાં સેલ્ફ ડિફેન્સ તાલીમ કેમ્પ આયોજન કરવામાં આવ્યું

11 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુર ખાતે વુમન એમ્પાવરમેન્ટ સેલ અંતર્ગત તારીખ 11 એપ્રિલ,2023 ના રોજ મહિલા સ્વરક્ષણ જનરલ તાલીમ નું ઉદઘાટન કરવામાં આવેલું હતું. જે કાર્યક્રમ તા.11 એપ્રિલ થી તા. 29 એપ્રિલ 2023 સુધી ચાલશે. જેના ઉદઘાટન કાર્યક્રમ યોજાયા બાદ તાલીમમાં બહોળા પ્રમાણમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તાલીમના ટ્રેનર તરીકે શિવાની આર. પ્રજાપતિએ સેવા આપેલ છે. આ તાલીમ અંતર્ગત વિદ્યાર્થીઓને આત્મરક્ષણ માટેના પ્રાથમિક તબક્કાનું શાબ્દિક અને પ્રાયોગિક સ્વરૂપનું શિક્ષણ આપવામાં આવ્યું હતું આ તાલીમ શિબિર વિદ્યાર્થીનીઓને પોલીસ તેમજ બીએસએફ જેવી ભરતીમાં પણ મદદરૂપ થઈ શકશે. તેમજ વિદ્યાર્થીનીઓમાં આત્મવિશ્વાસ અને સર્વાંગી વિકાસ કેળવવાની હિંમત મા વધારો થશે અને સ્વરક્ષણ માટે સક્ષમ બનશે એ હેતુને સર કરવામાં આવશે. જે તાલીમમાં કુલ સાત વિષયનું શિક્ષણ આપવામાં આવશે જેમાં (૧) Theory (૨) Attack (૩)Defence (૪) Punch (૫) Block (૬) Kick (૭) Some tricks નો સમાવેશ થાય છે.આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ શ્રી વાય. બી. ડબગર અને કોલેજના કેમ્પસ આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી કે. ડી. સામલસાહેબ હાજર રહી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ સફળ આયોજન પ્રો. હેતલ રાઠોડ અને ડો.શીતલ ચૌધરીએ કરેલું હતું. ડૉ.એસ.આઈ. ગટીયાલા એ સ્ત્રી સશક્તિકરણ માટે આ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાતા રહેશે તેમ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button