JETPURRAJKOT

કમળાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા આરોગ્ય નાયબ સચિવ ડો. કૌશિક ત્રિવેદી

તા.૧૯ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આયુષમાન કાર્ડની કામગીરીમાં જિલ્લા કક્ષાએ અગ્રેસર કમળાપુરનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

કમળાપુર ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત આરોગ્ય નાયબ સચિવ ડો. કૌશિક ત્રિવેદી લીધી હતી. નાયબ સચિવશ્રીએ કેન્દ્રની સમગ્ર કામગીરીથી પ્રભવિત થઈ તેઓએ પણ વિવિધ આરોગ્યલક્ષી ટેસ્ટ કરાવ્યા હતા. આ સેન્ટરની મુલાકાતમાં નાયબ સચિવશ્રીએ આ કેન્દ્રમાં કરાતા વિવિધ રીપોર્ટ તેમજ તેમાં મળતી વિવિધ સુવિધાઓ સાથોસાથ આભા કાર્ડ અને આયુષ્માન કાર્ડ અંગે ચાલતી કામગીરી વિશે માહિતી મેળવી હતી.

જેમાં જિલ્લા કક્ષાએ આયુષ્માન કાર્ડ અને આભા કાર્ડની કામગીરીમાં કમળાપુરનું આરોગ્ય કેન્દ્ર પ્રથમ ક્રમે છે. આ વાત જાણી નાયબ સચિવે સરાહના કરતા જણાવ્યું હતું કે, કમળાપુર આવેલ આ આરોગ્ય કેન્દ્ર ગ્રામ્ય કક્ષાએ કોઈ મોટા શહેરની જેમ આરોગ્યની સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળતી સુવિધાઓમાં ઓપીડી, લેબોરેટરીમાં અનેક પ્રકારના ટેસ્ટની સુવિધા પણ દર્દીઓ માટે ઉપલબ્ધ છે.

આ મુલાકાતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાના મેડિકલ ઓફિસર ડો.ધવલ ગોસાઈ, સુપરવાઇઝર ભરત ચાવડા, વહીવટદાર શ્રી પારસ વેકરીયા,તેમજ પ્રાથમિક આરોગ્યકેન્દ્રના તમામ કર્મચારીઓ ગામના આગેવાન અને શિક્ષક સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

[wptube id="1252022"]
Back to top button